- કાશ્મીરના શોપિયન જિલ્લા થઈ ગનફાઈટ
- ગનફાઈટમાં ટોચના આતંકવાદી કમાન્ડરની કરાઈ હત્યા
- આતંકવાદીનો મૃત્યુઆંક 2 પર પહોંચ્યો
શ્રીનગર: સોમવારે દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના રાવલપોરા ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ગનફાઈટ દરમિયાન ટોચના આતંકવાદી કમાન્ડરની હત્યા કરવામાં આવી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ત્રણ આંતકીને ઠાર માર્યા, 1 પોલીસ જવાન શહીદ
સ્થાનિક આતંકવાદી ઠાર
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે શરૂ થયેલી ગનફાઇટ દરમિયાન અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. IGP કાશ્મીર ઝોનના વિજય કુમારે જણાવ્યું હતું કે, આજે ઘટનાસ્થળે ફાયરિંગ ફરી શરૂ થઈ હતી, જે દરમિયાન વધુ એક આતંકવાદી માર્યો ગયો હતો. જેથી મૃત્યુઆંક 2 પર પહોંચ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, "રવિવારે જહાંગીર અહમદ તરીકે ઓળખાતા સ્થાનિક આતંકવાદીને ઠાર માર્યો હતો. આજે જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર સજ્જાદ અફઘનીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સફળ કામગીરી બદલ હું શોપિયન પોલીસને અભિનંદન આપું છું."
શનિવારે સાંજે રાવલપોરામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું
પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે શનિવારે સાંજે રાવલપોરામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ દળની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી હતી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ ગનફાઇટ ચાલુ કરી દળો ઉપર ફાયરિંગ કર્યું હતું.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી સફળતા, અલ બદરનો પ્રમુખ ગની ખ્વાઝા એન્કાઉન્ટરમાં ઠાર