તારીખ 26.11ના મુંબઈ આતંકી હુમલાના (Mumbai Terror Attack 26/11) માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના નેતૃત્વવાળા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લસ્કર-એ-તૈયબા (Terrorist Group Root From Pakistan ) જેવા પાકિસ્તાનમાં સ્થિત ગ્રૂપ અંગે વિચાર કરવો પડે એવા વાવડ મળ્યા છે. આ બંને ગ્રૂપ સહિત અન્ય કેટલાક ગ્રૂપ અફઘાનિસ્તાનના કેટલાક પ્રાંતમાં પોતાની સૈન્ય ટ્રેનિંગની શિબિર (Funding And Training for Militants) બનાવી રાખે છે. જેમાંથી કેટલાક ગ્રૂપ સીધા તાલિબાનના કંટ્રોલમાં (Groups which Control by Taliban) છે. સંયુક્ત રાષ્ટ્રના એક રીપોર્ટમાંથી આ વાત સામે આવી છે. એનાલિટીકલ એન્ડ સપોર્ટ સેક્શન મોનિટરિંગની ટીમના 13માં રીપોર્ટમાં આ વિષય પર વાત થઈ છે.
આ પણ વાંચો:પંજાબી સિંગરની હત્યા પાછળ આ ગેંગ છે જવાબદાર, જાણો સંપૂર્ણ કહાણી...
આવું પણ કહેવાયું: આ વિષય સંબંધીત રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છએ કે, જૈશ એ મોહમ્મદ (JeM) સાથે રહેલું એક ગ્રૂપ વૈચારિક રીતે તાલિબાનની નજીક છે. નંગરહારમાં આઠ સૈન્ય ટ્રેનિંગ સેન્ટર ચાલું છે. આમાંથી ત્રણ ડાયરેક્ટ તાલિબાનના સંપર્કમાં છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિ કહે છે કે, તાલિબાનની પ્રતિબંધીત કમિટી જે પોતાની ક્ષમતા અનુસાર વર્ષ 1988ની પ્રતિબંધિત કમિટી તરીકે જાણીતી છે. એ અંગેનો એક ખાસ રીપોર્ટ તેને કાઉન્સિલંગેના દસ્તાવેજ તરીકે જાહેર કરીને સિક્યુરિટી કાઉન્સિલના દરેક સભ્યોનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
શું છે રીપોર્ટમાં: આ રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, અઝહરના નેતૃત્વવાળું ગ્રૂપ જૈશ એ મોહમ્મદ વૈચારિક રીતે તાલિબાનથી ખૂબ જ નજીક છે. કારી રમજાન અફઘાનિસ્તાનમાં JeMના નવા નિયુક્ત થયેલા પ્રમુખ છે. રીપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, લસ્કર-એ-તૈયબાને ગત નિરિક્ષણ ટીમમાં તાલિબાનના સંચાલક તરીકે ફંડ અને ટ્રેનિંગ વિશેષતમ રીતે પ્રદાન કરવાના તૈયારીઓ થઈ રહી છે.
આ પણ વાંચો:ચેતવણીરૂપ કિસ્સો: મોબાઇલમાં ગેમ રમવા બાબતે સગીરે પોતાના 11 વર્ષના ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
કોણ છે આ: અફઘાનિસ્તાનના એક રીપોર્ટ અનુસાર આ સમગ્ર નેટવર્કનું સંચાલન માવલવી યુસુફ નામનો વ્યક્તિ કરી રહ્યો છે. ઑક્ટોબર 2021માં એક સભ્યએ એવું પણ જણાવેલું કે, અન્ય એક સૈન્ય નેતા માવલવી અસદુલ્લાએ તાલિબાનના સંવેદનશીલ અડ્ડાઓની મુલાકાત લીધી હતી. એવું પણ કહ્યું, જાન્યુઆરી 2022માં તાલિબાનના એક પ્રતિનિધિ મંડળે નંગરહારના હસ્કા મેના જિલ્લામાં લસ્કર-એ-તૈયબા તરફથી ઉપયોગ કરવામાં આવેલા ટ્રેનિંગ સેન્ટરની ખાસ મુલાકાત લીધી હતી. રીપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, આ ગ્રૂપ કુનાર અને નંગરહારમાં ત્રણ શિબિર તૈયાર કરવા પાછળ મુખ્ય રહ્યું હતું.
પુરાવા નથી: અન્ય એક સભ્ય એવું પણ કહે છે કે, આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદ અને લસ્કર-એ-તૈયબા છે કે નહીં એના કોઈ સચોટ પુરાવા નથી. કારણ કે, સુરક્ષા અભિયાન હેઠળ એક ટાર્ગેટ ઊભો કરવામાં આવી રહ્યો છે. રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તહરીક એ તાલિબાન અફઘાનિસ્તામાં વિદેશી આતંકવાદીઓ માટેનું કેન્દ્ર ઘટક છે. આવા અડ્ડા પરથી તૈયાર થનારા લોકોની સંખ્યા હજારોમાં હોવાનું અનુમાન છે. અન્ય સમુહની વાત કરવામાં આવે તો તુર્કિસ્તાન ઈસ્લામિક મુવમેન્ટ, ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝ્બેકિસ્તાન, જૈશ એ મોહમ્મદ, જમાત અસારૂલ્લાહ અને લસ્કર-એ-તૈયબા પણ સામિલ છે. જેમાં એક ગ્રૂપના સભ્યોની સંખ્યા હજારોમાં છે.
આ પણ વાંચો:પ્રેમમાં પાગલ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
પાક. ક્નેક્શન: મુફ્તિ નુરવલી મહસુદના નેતૃત્વવાળી ટીટીપી ટોકળીએ અફઘાનિસ્તાનમાં તમામ વિદેશ સમુહને અવશ્ય ફાયદો પહોંચાડી દીધો છે. આ ગ્રૂપે પાકિસ્તાનમાં અનેક હુમલા તથા ઑપરેશન કરેલા છે. ટીટીપી પોતાના સભ્યોને અફઘાન તાલિબાનના પ્રાંતમાં ડિપ્લોય કરવાના દબાણ હેઠળ એક પ્રેશર અનુભવવાને બદલે એક સ્ટેન્ડ અલોન ફોર્સ તરીકે તૈયાર છે. મોટાભાગના વિદેશી આંતકવાદી લડી લેવાના મુડમાં હોય છે. રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ ગ્રૂપમાં 3000થી 4000 યોદ્ધાઓ સામિલ છે. જે પૂર્વ અને દક્ષિણ પૂર્વ અફઘાનિસ્તાન પાકિસ્તાન વિસ્તારમાં સ્થિત છે. એક સભ્યના જણાવ્યા અનુસાર આંતરિક મંત્રાલય અને શરણાર્થીઓ તથા મંત્રાલયના હક્કાની નેટવર્કને તહરીક એ તાલિબાન પાકિસ્તાન સાથે સંપર્ક માટેના દ્રષ્ટિકોણ જુદા હોય છે