ઉત્તરાખંડઃ નૈનિતાલ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. ઓખલકાંડા વિસ્તારમાં છીડાખાન-રીઠા સાહિબ માર્ગ પર જીપ ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં કુલ 6 મુસાફરોના મૃત્યુ થયા હોવાનું એસએસપી જણાવે છે. સ્થાનિક લોકોને આ દુર્ઘટના વિશે સૌથી પહેલા ખબર પડી હતી. તેમણે ઘાયલોનું બચાવકાર્ય શરુ કર્યુ હતું. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ ઘટનાના સમાચાર પીઆરડી જવાન નવિને તંત્ર સુધી પહોંચાડ્યા હતા. અત્યારે તંત્ર સ્થળ પર જરુરી કાર્યવાહી કરી રહ્યું છે.
800 મીટર ઊંડી ખીણમાં જીપ પડીઃ આજ સવારે મુસાફરો ભરેલી જીપ હલ્દ્વાની જવા રવાના થઈ હતી. ઓખલકાંડા વિસ્તારમાં છીડાખાન-રીઠા સાહિબ માર્ગ પરથી આ જીપ પસાર થઈ ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. વાહન ચાલક પોતાનું સંતુલન ખોઈ બેઠો અને જીપ 800 મીટર ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગઈ. જીપ પછડાઈ તેનો અવાજ અને ઘાયલોની ચીસોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
સ્થાનિકોએ શરુ કર્યુ રેસ્ક્યૂ ઓપરેશનઃ કરુણ ચીસોના અવાજથી સ્થાનિકોને દુર્ઘટનાની ખબર પડી. તેઓ દુર્ઘટના સ્થળે દોડી આવ્યા. આ દરમિયાન પ્રશાસનને પણ દુર્ઘટનાના સમાચાર આપવામાં આવ્યા હતા. સ્થાનિકોએ તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતી રાહતની રાહ જોયા વિના સત્વરે બચાવ કાર્ય શરુ કરી દીધું હતું. સ્થાનિકોને ઘાયલોને જીપમાંથી બહાર કાઢીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા.
6 મુસાફરોએ જીવ ગુમાવ્યોઃ સવારે લગભગ 8 કલાકે આ દુર્ઘટના સર્જાઈ હતી. મુસાફરોથી ભરેલ જીપ અંદાજિત 800 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. સ્થાનિકોએ જાતે ખીણમાં ઉતરીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. સ્થાનિકોએ વધુ સંખ્યામાં મુસાફરો મોતને ભેટ્યા હોવાની શંકા જણાઈ હતી. જે સાચી પડી આ દુર્ઘટનામાં કુલ 6 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા.
હલ્દ્વાની તરફ જઈ રહેલ પીકઅપ વાને સંતુલન ગુમાવી દીધું અને ઊંડી ખીણમાં પડી ગઈ. જેવી સૂચના મળી કે સત્વરે રાહત અને બચાવકાર્ય શરુ કરવામાં આવ્યું. પોલીસની સાથે રેસ્કયૂ કરવા માટે એસડીઆરએફની ટીમ પણ પહોંચી હતી. દુર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા છે...પ્રહ્લાદ નારાયણ મીણા (એસએસપી, નૈનિતાલ)
- Accident in Surat: સુરતમાં કારની ટક્કરે મોપેડ પર જતી મહિલાનું મોત, કારચાલક અમદાવાદી નીકળી
- Surat Accident: સુરતમાં ટેન્કરની ટક્કરે દંપતીનું મોત, જીદ કરીને સાથે આવેલી બાળકીનો બચાવ