- જેઇઇ મેઈનમાં 6 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100માંથી 100 ગુણ
- ગયા વર્ષ સુધી પરીક્ષા 3 ભાષામાં લેવાતી હતી પરીક્ષા તો આ વર્ષે 13 ભાષાઓમાં લેવાઈ
- પરીક્ષાનું પરિણામ આ વખતે 10 દિવસમાં જાહેર થયું
નવી દિલ્હી: જેઇઇ મેઈન પરીક્ષાનું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરાયું હતું. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા લેવામાં આવેલી આ પરીક્ષાઓમાં 6 વિદ્યાર્થીઓએ 100 ટકા ગુણ મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. સોમવારે ફક્ત પેપર 1 (બી.ઇ. અને બી.ટેક)ના ગુણ જાહેર કરવામાં આવી રહ્યા છે. પેપર 2 એ અને 2 બી (બી આર્ક અને બી પ્લાનિંગ) ના પરિણામો આવતા કેટલાક દિવસોમાં જાહેર કરવામાં આવશે.
જેઇઇ મેઈનમાં 6 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100માંથી 100 ગુણ
100 માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાં રાજસ્થાન સેન્ટરના સાકેત ઝા, ચંદીગઢ સેન્ટરના ગુરમીત સિંહ, દિલ્હી NCRમાંથી પ્રવર કટારિયા અને રિમજીમ દાસ, મહારાષ્ટ્ર સેન્ટરમાંથી સિદ્ધાંત મુખરજી અને ગુજરાત સેન્ટરમાંથી અનંત કૃષ્ણા સામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓએ જેઇઇ મુખ્ય પરીક્ષામાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે.
આ પણ વાંચો:JEE મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 ટકા ગુણ મેળવ્યા