- JEEની પરીક્ષા ઑગસ્ટમાં લેવાશે
- વિદ્યાર્થીઓને મળશે 4 અઠવાડિયાનો સમય
- 20 જુલાઇ સુધી વિદ્યાર્થીઓ કરી શકશે રજીસ્ટ્રેશન
નવી દિલ્હી: એન્જીનિયરિંગના પ્રવેશ માટે JEE મેઇન્સની ચોથા તબક્કાની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા 26 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર વચ્ચે લેવામાં આવશે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય વિદ્યાર્થીઓેને 4 અઠવાડિયાનો સમય આપવા માટે લેવામાં આવ્યો છે. પહેલા આ પરીક્ષા 27 જુલાઇથી 2 ઑગસ્ટ વચ્ચે લેવામાં આવનાર હતી.