પટના:બિહાર રાજ્ય JDUની રાજ્ય કારોબારીની બેઠકને (JDU State Executive Meeting)સંબોધતા મુખ્યપ્રધાન નીતિશ કુમારેકહ્યું કે,(Statement by Chief Minister Nitish Kumar) 2024ની લોકસભા ચૂંટણીમાં(Loksabha Election 2024)તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડે તો ભાજપ 50 સીટો પર રોકાઈ જશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સાંપ્રદાયિક અને સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનું કામ ભાજપના લોકો કરશે. આવી સ્થિતિમાં આપણે બધાએ પંચાયત સ્તર સુધી સંપૂર્ણ કાળજી લેવી પડશે. અમિત શાહની મુલાકાત અંગે કહ્યું કે, તેઓ બિહારમાં વાતાવરણ બગાડવા માટે આવી રહ્યા છે.
વિપક્ષી એકતાના પ્રયાસઃ બેઠકમાં, મુખ્યપ્રધાને ભાજપથી અલગ થવા અને મહાગઠબંધનની સરકાર બનાવવા અંગે પોતાનો મુદ્દો રજૂ કર્યો. તેમણે કહ્યું કે, 2 દિવસ પછી અમે દિલ્હી જઈશું અને વિપક્ષી એકતા પર કામ કરીશું. મુખ્યપ્રધાને આરસીપી સિંહ વિશે કહ્યું કે, અમે તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા, પરંતુ પાર્ટી વિરુદ્ધ કામ કરવા લાગ્યા. દરેક વ્યક્તિ જાણે છે કે, આપણે ક્યાંથી ક્યાં સુધીનો વિશ્વાસ જીત્યો છે. મણિપુરની ઘટનાને લઈને ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, અમે નૈતિકતાની વાત કરીએ છીએ, પરંતુ તમે પોતે શું કરો છો.
હું PM માટે નહીંઃપાર્ટીના સાંસદ સંતોષ કુશવાહા અને પાર્ટીના ઘણા નેતાઓની સાથે ઘણા ધારાસભ્યોએ નીતિશ કુમારને પીએમ પદના ઉમેદવાર બનાવવાની વાત કરી હતી, પરંતુ નીતિશ કુમારે પીએમ પદના ઉમેદવાર વિશે કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓ એક થશે અને તમામ પાર્ટીઓ પોતપોતાના રાજ્યમાં સારૂ પરિણામ લાવી અને સીટો આવે, ત્યારબાદ ફરીથી સાથે બેસીને નેતાની પસંદગી કરવામાં આવશે.