ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'2024 માં જીત જોઈતી હોય તો નીતિશ જોઈએ', INDIA ગઠબંધન બેઠક પહેલા નીતિશ કુમારના સમર્થનમાં આવ્યું JDU - વડાપ્રધાન પદના ઉમેદવાર

INDIA ગઠબંધનની બેઠક પહેલા જ JDU દ્વારા એક પોસ્ટરના માધ્યમથી બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની માંગ કરતા સમર્થન બતાવ્યું હતું. આ પોસ્ટરમાં સીધું લખ્યું છે કે, 2024 માં જીત ત્યારે જ શક્ય છે જ્યારે નીતિશ સુકાન સંભાળશે. Nitish Kumar PM Candidacy JDU

'2024 માં જીત જોઈતી હોય તો નીતિશ જોઈએ'
'2024 માં જીત જોઈતી હોય તો નીતિશ જોઈએ'

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 2:15 PM IST

પટના :આજે દિલ્હીમાં INDIA ગઠબંધનની ચોથી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિપક્ષી દળોના નેતા 2024 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવાની રણનીતિ પર મંથન કરશે, પરંતુ તે પહેલા જ પીએમ ઉમેદવાર માટેની દાવેદારી ચાલુ થઈ ગઈ છે. બિહારની સત્તાધારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ દ્વારા પટનામાં મુખ્યપ્રધાન નીતિશકુમારના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

નીતિશ કુમારના સમર્થનમાં JDU :જનતા દળ યુનાઈટેડના કાર્યકરોએ પટનામાં ઈનકમ ટેક્સ ચાર રસ્તા પર પોસ્ટર લગાવ્યા છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, જો આપણે ખરેખર જીત જોઈતી હોય તો અમારે સંકલ્પની જરૂર છે, એક નીતિશ જોઈએ. જોકે આ પોસ્ટરમાં પીએમ પદના ઉમેદવાર કે ભારત ગઠબંધનના સંયોજક બનાવવા અંગે કોઈ સીધી વાત નથી. પરંતુ સ્પષ્ટ છે કે પોસ્ટરનો હેતુ વિપક્ષી ગઠબંધનની કમાન નીતિશ કુમારના હાથમાં આપવાનો છે.

નીતિશ કુમારના સમર્થનમાં JDU

નીતિશ કુમારના સમર્થનમાં કોણ ?જોકે મુખ્યપ્રધાન નીતિશ કુમારને પીએમ પદના ઉમેદવાર બનાવવાની સતત માંગ કરવામાં આવી રહી છે. એક દિવસ પહેલા જ વાલ્મિકીનગરના JDU ધારાસભ્ય રિંકુસિંહે વિપક્ષ તરફથી નીતિશને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની માંગ કરતા કહ્યું કે, નીતીશ કુમાર ભારત ગઠબંધનમાં સૌથી પ્રામાણિક અને યોગ્ય ઉમેદવાર છે. અગાઉ કેસી ત્યાગી, લાલનસિંહ, અશોક ચૌધરી અને નીરજ કુમાર સહિતના ઘણા સાંસદ-ધારાસભ્ય અને નેતાઓએ પણ નીતિશ કુમારને સારા ઉમેદવાર ગણાવ્યા હતા. જોકે નીતિશકુમાર સતત કહેતા રહ્યા છે કે તેમને આ પદની કોઈ ઈચ્છા નથી.

INDIA ગઠબંધન બેઠક

INDIA ગઠબંધન બેઠક :આજે દિલ્હીમાં યોજાનારી INDIA ગઠબંધનની ચોથી બેઠકમાં મુખ્યપ્રધાન નીતિશ કુમાર, આરજેડી પ્રમુખ લાલુ યાદવ, ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, જેડીયુ પ્રમુખ લાલનસિંહ અને મંત્રી સંજય ઝા ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં જોડાવા માટે તમામ નેતાઓ સોમવારના રોજ જ દિલ્હી પહોંચી ગયા હતા.

INDIA ગઠબંધન પર ભાજપનો ટોણો : INDIA ગઠબંધનની બેઠક પહેલા બિહારમાં નીતિશ કુમારના સમર્થનમાં લગાવવામાં આવેલા પોસ્ટર પર કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયે કહ્યું, નીતીશ કુમાર બિહારને સંભાળવા સક્ષમ નથી, સિસ્ટમ અવ્યવસ્થિત છે. ત્યાં જે પણ વિકાસ થઈ રહ્યો છે તે પીએમ મોદીની કલ્યાણકારી યોજનાઓને કારણે થઈ રહ્યો છે. નીતિશ કુમારને કોણ સ્વીકારશે ? નીતિશ કુમારનું રાજકારણમાં હવે કોઈ મહત્વ નથી.

  1. આજે I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં સીટોની વહેંચણી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે
  2. દિલ્હીમાં INDIA ગઠબંધન બેઠક, લાલુ પ્રસાદ યાદવે નરેન્દ્ર મોદીને પડકારતા શું કહ્યું જુઓ...

ABOUT THE AUTHOR

...view details