દમણ : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં શાસક પક્ષ JDU અને મોહન ડેલકર(Mohan Delkar member Join BJP) સમર્થકોએ સામૂહિક પક્ષપલટો કર્યો છે. જણાવી દઈએ કે, મોહન ડેલકર અને JDUના સમર્થકોનું ગઠબંધન સત્તામાં હતું. જેમાં ચૂંટાયેલા 17માંથી 15 સભ્યોએ ભગવો ધારણ કર્યો છે. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની (Dadra Nagar Haveli District Panchayat) કુલ 20 બેઠકોમાંથી 17 બેઠકો પર JD(U) અને ડેલકર સમર્થક હતા, જ્યારે 3 બેઠકો ભાજપ પાસે હતી. હાલ, માત્ર 3 સભ્યો સાથે ભાજપે જિલ્લા પંચાયતમાં સત્તા મેળવી હતી. ગઠબંધનના સભ્યોએ કલેક્ટરને લેખિતમાં જાણ કરી હતી કે, તેઓ ભાજપમાં જોડાયા છે, ત્યારે જણાવવામાં આવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં પ્રદેશના રાજકારણમાં ઘણા ચોંકાવનારા ફેરફારો જોવા મળશે. (jdu panchayat member join bjp)
JDUનું અસ્તિત્વ ખતમ :બિહારમાં નીતીશ કુમારેભાજપ સાથેના સંબંધો તોડીને RJD સાથે સરકાર બનાવી હતી, આ બાદ ભાજપની સત્તા જતી રહી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દાદર નગર હવેલીમાં નીતિશ કુમાર દ્વારા છોડવામાં આવેલા સમર્થનનો ભાજપે બદલો લીધો છે, જ્યાં ભાજપે કેન્દ્રશાસિત પ્રદેશની દાદરા નગર હવેલીમાંથી JDUનું અસ્તિત્વ ખતમ કરી દીધું ( Diu And Daman BJP Governance) છે. દાદરાનગર હવેલી JDUના પ્રદેશ અધ્યક્ષ સહિત રાજ્ય સંગઠનના તમામ અધિકારીઓ અને કાર્યકરો JDU છોડીને ભાજપમાં જોડાયા છે. આ રીતે ભાજપે કેન્દ્રશાસિત પ્રદેશ બિહારની દાદરા નગર હવેલીમાં નીતિશ કુમાર દ્વારા રમાયેલી રાજનીતિનો બદલો લીધો છે. આ સાથે જ આ વિસ્તારમાંથી JDUનું નામ પણ ભુંસી દેવામાં આવ્યું છે. Nitish Kumar JDU In Diu