ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શરદ પવાર સાથે મુલાકાત બાદ જયંત પાટીલે કહ્યું, દેશમુખના રાજીનામાની જરૂર નથી

NCPના નેતાઓની બેઠક પૂર્વે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ પણ મહારાષ્ટ્રમાં ગઠબંધન સહયોગી કોંગ્રેસનો સંદેશો લઈને શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. કમલનાથ લગભગ અડધો કલાક શરદ પવારના ઘરે રોકાયા હતા. કમલનાથ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત પણ શરદ પવારના ઘરે આવ્યા હતા અને તેમને મળ્યા હતા.

શરદ પવાર સાથે મુલાકાત બાદ જયંત પાટીલે કહ્યું, દેશમુખના રાજીનામાની જરૂર નથી+
શરદ પવાર સાથે મુલાકાત બાદ જયંત પાટીલે કહ્યું, દેશમુખના રાજીનામાની જરૂર નથી

By

Published : Mar 22, 2021, 8:34 AM IST

  • અઢી કલાક રાજકીય રાજકારણ પર ચર્ચા થઈ
  • અનિલ દેશમુખ ઉપર 100 કરોડ રૂપિયાની વસૂલાતના આરોપો વિશે ખાસ ચર્ચા થઈ
  • કમલનાથ લગભગ અડધો કલાક શરદ પવારના ઘરે રોકાયા હતા

નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના 5 વરિષ્ઠ નેતાઓની બેઠક રવિવારે સાંજે 6:30 વાગ્યે દિલ્હીમાં શરદ પવારના નિવાસ સ્થાનેથી શરૂ થઈ હતી. જે રાત્રે 9 વાગ્યા સુધી ચાલી હતી. બેઠક સમાપ્ત થયા પછી મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, અનિલ દેશમુખના ગૃહપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જરૂર નથી. પાટીલે કહ્યું કે, NIA અને ATS તપાસ કરી રહ્યા છે. મનસુખની હત્યા કરવા વાળા અને અંબાણીના ઘરની સામે બોમ્બથી ભરેલી ગાડી રાખવા વાળા પણ પકડાશે.

અનિલ દેશમુખ ઉપર 100 કરોડ રૂપિયાની વસૂલાતના આરોપો વિશે ખાસ ચર્ચા કરવામાં આવી

શરદ પવારના દિલ્હી નિવાસસ્થાને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલ, સાંસદ સુપ્રિયા સુલેની ઉપસ્થિતિમાં લગભગ અઢી કલાક રાજકીય રાજકારણ પર ચર્ચા થઈ. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરવીર સિંહના પત્રમાં ગૃહપ્રધાન અનિલ દેશમુખ ઉપર 100 કરોડ રૂપિયાની વસૂલાતના આરોપો વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:પવારે લગાવી મહોર, મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે દેશમુખ જ રહેશે ગૃહપ્રધાન

કમલનાથ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત પણ શરદ પવારના ઘરે આવ્યા હતા

NCPના નેતાઓની બેઠક પૂર્વે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ મહારાષ્ટ્રમાં ગઠબંધન સહયોગી કોંગ્રેસનો સંદેશો લઈને શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. કમલનાથ લગભગ અડધો કલાક શરદ પવારના ઘરે રોકાયા હતા. કમલનાથ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત પણ શરદ પવારના ઘરે આવ્યા હતા અને તેમને મળ્યા હતા.

મનસુખ મર્ડર કેસ અને અંબાણીના ઘરની સામે બોમ્બ રાખવાના મામલે NIA અને ATS તપાસ કરી રહ્યા છે

શરદ પવારના દિલ્હી સ્થિત નિવાસસ્થાને રાત્રે બેઠક સમાપ્ત કરીને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે મીડિયાને કહ્યું કે, અનિલ દેશમુખના રાજીનામાની જરૂર નથી. મનસુખ મર્ડર કેસ અને અંબાણીના ઘરની સામે બોમ્બ રાખવાના મામલે NIA અને ATS તપાસ કરી રહ્યા છે. અમને તપાસમાં પૂરો વિશ્વાસ છે. જેઓ ખરેખર ગુનેગાર છે તે ચોક્કસ જ પકડાશે.

આ પણ વાંચો:સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે યોજી બેઠક

ABOUT THE AUTHOR

...view details