ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના કાર્યકર્તાઓનું કરતૂત, આ કારણે ઘોડાને કરવામાં આવ્યો કલર... - ઈન્દોરમાં ભાજપના ધ્વજના રંગમાં રંગાયેલા ઘોડા

યાત્રામાં ભાજપના નેતાઓએ ભાજપના ધ્વજના રંગમાં ઘોડાને રંગાવ્યો હતો. પીપલ્સ ફોર એનિમલ્સે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઘોડાને કરવામાં આવ્યો કલર
ઘોડાને કરવામાં આવ્યો કલર

By

Published : Aug 20, 2021, 9:53 PM IST

  • જન આશીર્વાદ યાત્રામાં ભાજપ દ્વારા અમાનવીય વર્તન
  • એનિમલ્સ એક્ટિવિસ્ટે ભાજપ કાર્યકર્તાઓ પર નોંધાવી ફરિયાદ
  • પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ

ઇન્દોર( મધ્યપ્રદેશ ) : કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપના નેતાઓએ ભાજપના ઝંડાનો રંગ ઘોડાને લગાવ્યો હતો. પીપલ ફોર એનિમલ્સ એક્ટિવિસ્ટે આ મામલે પોતે વિરોધ નોંધાવ્યો છે. કાર્યકર્તાઓએ સિયોગીતાગંજ પોલીસને ફરિયાદ અરજી આપી છે. સંયોગિતાગંજ પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

પોલીસની ફરિયાદ પર કાર્યવાહી

હકીકતમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની જન આશીર્વાદ યાત્રા ગુરુવારે ઇન્દોર પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન, કેટલાક ભાજપના કાર્યકરોએ ઘોડાને ભાજપના જંડાના રંગમાં રંગ્યો હતો. આથી, પીપલ ફોર એનિમલ્સના કાર્યકરોને આ અંગે જાણ થતા તેઓએ આ મામલે કાર્યવાહી કરવા માટે સયોગીતાગંજ પોલીસને અરજી કરી હતી.

પુરાવા તરીકે એક વીડિયો પણ અપાયો

પીપલ ફોર એનિમલ્સ એક્ટિવિસ્ટે ફરિયાદ અરજી બાબતે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આ કેસમાં પુરાવા તરીકે એક વીડિયો પણ આપવામાં આવ્યો છે. તેની પણ તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં ગમે તે નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. - રાજીવ ત્રિપાઠી (પોલીસ અધિકારી)

ABOUT THE AUTHOR

...view details