જમ્મુ અને કાશ્મીરઃજમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં (3 Army personnel died) નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરતી વખતે એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત ત્રણ સૈનિકો ઊંડી ખીણમાં પડી જવાથી શહીદ થયા હતા. સૈન્યના બેઝ કેમ્પમાંથી આ અંગે માહિતી આપી હતી. આ પહેલા પણ શ્રીનગર પાસે સૈન્યની ગાડીનો અકસ્માત થયો હતો. જોકે, એ ઘટનામાં જવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો EXPLAINER: અહીં છે બ્રાઝિલની રાજધાનીના અસ્તવ્યસ્ત બળવાના મૂળ
નિયમિત પેટ્રોલિંગઃ બુધવારે કુપવાડામાં માચલ સેક્ટરના ફોરવર્ડ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. આર્મીના જણાવ્યા(army soldiers) અનુસાર, જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) અને અન્ય બે રેન્ક (OR)અધિકારીઓને (Army Vehicle Jammu kashmir) લઈ જતું એક વાહન બરફથી ભરેલા ટ્રેક પર લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું. જેના કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા. સતત અને સખત રીતે થઈ રહેલી હિમવર્ષાને કારણે સૈન્યના કેટલાક ઑપરેશનમાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને વાહનોની મુવમેન્ટમાં હિમવર્ષા કે બર્ફાચ્છાદિત વિસ્તાર વિધ્ન બની રહ્યા છે.