- જમ્મુ-કાશ્મીર પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર 4 વિડીયો શેર કર્યા
- પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવી રહેલી અફવાઓ ફગાવી
- કેટલાક લોકો ગિલાનીનો મૃતદેહ હૈદરપોરા કબ્રસ્તાનથી નીકાળવાની ફિરાકમાં હતા
- મૃતદેહને કબરમાંથી નીકાળી જૂના શહેર સ્થિત ઈદગાહ કબ્રસ્તાનમાં દફન કરવાનો હતો પ્લાન
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારના કહ્યું કે, તેના અધિકારીઓએ ત્યારે અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના ઘર પર ત્રણ કલાક રાહ જોવી પડી જ્યારે તેઓ તેમના મૃત્ય બાદ તેમને દફન કરવા માટે લઇ ગયા હતા. પોલીસે કહ્યું કે, કદાચ પાકિસ્તાન અને અસામાજિક તત્વોના દબાણથી ગિલાની પરિવાર દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થયો. જમ્મુ-કાશ્મીર પોલીસે કથિત રીતે સરહદ પારથી ફેલાવવામાં આવી રહેલી અફવાઓનું ખંડન કરતા પોતાના ટ્વિટર હેન્ડલના માધ્યમથી 4 વિડીયો શેર કર્યા છે.
ગિલાનીના મૃતદેહને પાકિસ્તાની ઝંડાથી ઢાંકવાને લઇને UAPA હેઠળ કેસ
જમ્મુ-કાશમીર પોલીસે ગિલાનીના મૃતદેહને પાકિસ્તાની ઝંડાથી લપેટવા અને તેમના ઘર પર કથિત રીતે દેશ વિરોધી નારા લગાવવાને લઇને Unlawful Activities (Prevention) Act (UAPA) હેઠળ કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિનાલીનો મૃતદેહ હૈદરપોરા સ્થિત કબ્રસ્તાનથી નીકાળીને જૂના શહેર સ્થિત ઈદગાહ કબ્રસ્તાનમાં દફનાવવાથી રોકવા માટે શહેરના કેટલાક વિસ્તારોમાં સત્તાવાળાઓ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે સોમવારે પાંચમા દિવસે સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યું હતું.