ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આતંકી હુમલા અંગે કાશ્મીરમાં એલર્ટ, આંતકવાદીઓ દ્વારા LoC પર રેકી - ગુપ્તચર એજન્સીઓ દ્વારા એલર્ટ

ગુપ્તચર એજન્સીએ જમ્મુ અને કાશ્મીરને લઈને એલર્ટ આપ્યું કર્યું છે. જેમાં આતંકવાદીઓ સુરક્ષા દળોને નિશાન બનાવી શકે તેવી માહિતી આપવામાં આવી હતી. આતંકવાદીઓએ ફોરવર્ડ લોકેશન અને LoC પાસે પણ સતત રેકી હાથ ધરી છે. અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખરાબ થતા અને કાબુલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થયા બાદ ગુપ્તચર એજન્સીઓ પહેલા કરતા વધારે સક્રિય થઈ ગઈ છે.

આતંકી હુમલા અંગે કાશ્મીરમાં એલર્ટ
આતંકી હુમલા અંગે કાશ્મીરમાં એલર્ટ

By

Published : Aug 29, 2021, 4:02 PM IST

  • ગુપ્તચર એજન્સીઓએ આંતકી હુમલાને લઈને આપી ચેતવણી
  • જૈશના 5 આતંકવાદીઓ POK ના રસ્તેથી ઘૂસણખોરીના ઇનપુટ
  • IED બ્લાસ્ટ દ્વારા મોટો હુમલો કરવાનો કરી રહ્યા છે પ્રયાસ

નવી દિલ્હી: દેશમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, મળતી માહિતી મુજબ આતંકવાદી સંગઠન 'જૈશ એ મોહમ્મદ' ના આંતકવાદીઓ પાકિસ્તાનના ઈશારે દેશને હચમચાવી દેવાનું કાવતરું ઘડી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જૈશના 5 આતંકવાદીઓ POK ના રસ્તેથી જમ્મુ -કાશ્મીરમાં ઘૂસણખોરી કરતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેઓ IED બ્લાસ્ટ દ્વારા મોટો હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુપ્તચર એજન્સીઓએ આપી ચેતવણી

ગુપ્તચર એજન્સીઓના એલર્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના JANDROT વિસ્તારમાં હાજર છે. આ તમામ આતંકવાદીઓ સાથે એક ગાઇડ પણ છે.

આતંકવાદીઓ સુરક્ષા દળોને નિશાન બનાવી શકે છે

ગુપ્તચર ઇનપુટ પ્રમાણે આતંકવાદીઓ સુરક્ષા દળોને પણ નિશાનો બનાવી શકે છે. આતંકવાદીઓએ ફોરવર્ડ લોકેશન અને LoC પાસે પણ રેકી કરી હોવાની માહિતી મળી છે. એજન્સીઓએ આ ચેતવણીને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details