વારાણસી: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની કાર સવારે વારાણસીના જઘાટ પુલ (માલવીયા પુલ) ના ઢોળાવ પર સ્થાપિત લોખંડના થાંભલા સાથે અથડાઈ હતી. કારની ડાબી બાજુ નુકસાન થયું હતું અને કારનું એક ટાયર પણ પંચર થયું હતું. કાર અકસ્માતમાં તેમનો આબાદ બચાવ થયો હતો.
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની કારનો સર્જાયો અકસ્માત, જાણો કેવી છે હાલત - undefined
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની કાર વારાણસીના રાજઘાટ મુગલસરાય રોડ પર વહેલી સવારે અથડાતા અકસ્માત થયો હતો.
![જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની કારનો સર્જાયો અકસ્માત, જાણો કેવી છે હાલત જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની કારનો સર્જાયો અકસ્માત, જાણો કેવી છે હાલત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14567525-thumbnail-3x2--2.jpg)
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની કારનો સર્જાયો અકસ્માત, જાણો કેવી છે હાલત
ઘટનામાં કોઈને ઈજા થઈ નથી
ઘટનાસ્થળે પહોંચેલી યુપી પોલીસ ઉપરાંત મુગલસરાય જીઆરપીની ટીમે તરત જ બીજા વાહનની વ્યવસ્થા કરી અને લેફ્ટનન્ટ ગવર્નરને વારાણસીથી ગાઝીપુર મોકલ્યા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. દરેક વ્યક્તિ સુરક્ષિત છે.
Last Updated : Feb 25, 2022, 5:28 PM IST