ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુના ડેપ્યુટી કમિશનરના એક નિર્ણયથી જમ્મુ કાશ્મીરના રાજકારણમાં મચ્યો ખળભળાટ - જમ્મુ ડેપ્યુટી કમિશનર અવની લાવાસા

જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાના (Jammu Deputy Commissioner Avani Lavasa) એક નિર્ણયથી જમ્મુ કાશ્મીરના રાજકારણમાં (jammu kashmir elections) ખળભળાટ મચી ગયો છે. મંગળવારે એક મોટી જાહેરાત કરતા તેમણે આદેશ આપ્યો કે, જે કોઈ વ્યક્તિ જમ્મુમાં એક વર્ષથી વધુ સમયથી રહે છે. તેમણે નવા મતદાર તરીકે રજિસ્ટ્રેશન કરાવવું (Voting Right in Jammu) જોઈએ.

જમ્મુના ડેપ્યુટી કમિશનરના એક નિર્ણયથી જમ્મુ કાશ્મીરના રાજકારણમાં મચ્યો ખળભળાટ
જમ્મુના ડેપ્યુટી કમિશનરના એક નિર્ણયથી જમ્મુ કાશ્મીરના રાજકારણમાં મચ્યો ખળભળાટ

By

Published : Oct 12, 2022, 11:33 AM IST

શ્રીનગરજમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ મંગળવારે (Jammu Deputy Commissioner Avani Lavasa) એક મોટી જાહેરાત કરી છે. તેમણે આદેશ આપ્યો કે, જમ્મુમાં એક વર્ષથી વધુ સમયથી રહેતી કોઈપણ વ્યક્તિનું નવા મતદાર (Voting Right in Jammu) તરીકે નોંધણી કરાવવી જોઈએ. તેમના નિર્ણય બાદ જો કોઈ બહારની વ્યક્તિ પણ એક વર્ષથી વધુ સમય (jammu kashmir elections) સુધી જમ્મુમાં રહે છે તો તેને મત આપવાનો અધિકાર મળશે.

નેશનલ કોન્ફરન્સે કર્યો વિરોધ આ નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરના રાજકારણમાં (jammu kashmir elections) ભૂકંપ આવી ગયો છે. ત્યાંના રાજકીય પક્ષો આ આદેશ પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સે આનો સખત વિરોધ કર્યો છે.

સરકાર બિનસ્થાનિક લોકોને મતદાર યાદીનો ભાગ બનાવવા જઈ રહી છે નારાજગી વ્યક્ત કરતા નેશનલ કોન્ફરન્સે કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીમાં 25 લાખ નવા મતદારોને ઉમેરવાનો પ્રયાસ કરી રહી છે. જારી કરાયેલા નિવેદનમાં એનસીએ કહ્યું છે કે સરકાર 25 લાખ બિનસ્થાનિક લોકોને મતદાર યાદીનો (jammu kashmir voter list controversy) ભાગ બનાવવા જઈ રહી છે. અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. ભાજપ ચૂંટણીથી ડરે છે, તે જાણે છે કે તે ખરાબ રીતે હારી જવાની છે. લોકોએ ભાજપના આ ષડયંત્રને મતપેટી દ્વારા પરાસ્ત કરવું જોઈએ.

આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની (jammu kashmir elections) તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ જમ્મુની મુલાકાત લીધી હતી. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે, ઘાટીમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે.

ABOUT THE AUTHOR

...view details