બનિહાલ (જમ્મુ-કાશ્મીર):જમ્મુ અને કાશ્મીરના બનિહાલમાં જન્મના થોડા સમય બાદ, હોસ્પિટલના ડૉક્ટરોએ જે બાળકીને મૃત જાહેર કરી (Newborn baby girl declared dead) હતી, તે દફન કર્યાના લગભગ એક કલાક પછી કબરમાંથી જીવતી બહાર (Newborn baby buried in the grave) આવી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેણે કહ્યું કે, સ્થાનિક લોકોએ બાળકીને તેમના કબ્રસ્તાનમાં દફનાવવાનો વિરોધ કર્યો હતો ( new born baby found alive at graveyard) અને તેને તેના પરિવારના કબ્રસ્તાનમાં દફનાવવાનો આગ્રહ કરી રહ્યા હતા.
આ પણ વાંચો:દરેક શીખ પાસે લાયસન્સવાળું હથિયાર હોવું જોઈએઃ જથેદાર ગિયાની હરપ્રીત સિંહનો સંદેશ,
બે કર્મચારીઓ સસ્પેન્ડ:અધિકારીઓએ જણાવ્યું કે, બાળકી ચમત્કારિક રીતે જીવિત મળી આવ્યા બાદ તેના સંબંધીઓએ સરકાર સામે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, આની નોંધ લેતા વહીવટીતંત્રે ડિલિવરી રૂમમાં કામ કરતા બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને તપાસના આદેશ આપ્યા છે.
બાળકીનો જન્મ સોમવારે થયો હતો:સ્થાનિક સરપંચ મંજૂર અલ્યાસ વાનીએ જણાવ્યું કે, બાળકી બશરત અહેમદ ગુજ્જર અને શમીના બેગમનું છે. તેમણે જણાવ્યું કે, બાળકીનો જન્મ સોમવારે સબ-જિલ્લા હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીથી થયો હતો. તેમણે કહ્યું કે, દંપતી રામબન જિલ્લાના બનિહાલથી ત્રણ કિલોમીટર દૂર બાનિકૂટ ગામના રહેવાસી છે.
બાળકીને દફનાવવાનો વિરોધ: વાનીએ આક્ષેપ કર્યો હતો કે, બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી અને બે કલાક સુધી હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરે તેને જોઈ ન હતી, ત્યારબાદ પરિવારે તેને હોલન ગામમાં દફનાવવાનું નક્કી કર્યું હતું, જ્યારે દંપતી હોસ્પિટલ પરત ફર્યું ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ કબ્રસ્તાનમાં બાળકીને દફનાવવાનો વિરોધ કર્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. જેના કારણે પરિવારે લગભગ એક કલાક બાદ બાળકીને કબરમાંથી બહાર કાઢવી પડી હતી.
હોસ્પિટલ સ્ટાફ પર બેદરકારીનો આરોપ:જ્યારે બાળકીને કબરમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તે જીવતી મળી હતી, ત્યારબાદ પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો. તેમણે કહ્યું, "પ્રારંભિક સારવાર પછી, છોકરીને નિષ્ણાત ડોકટરો દ્વારા સારવાર માટે શ્રીનગર રીફર કરવામાં આવી હતી." ગુર્જર નેતા ચૌધરી મંસૂર, જે પોતે પંચ છે, તેણે હોસ્પિટલ સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચો:અમેરિકન મેગેઝિન ટાઈમની યાદીમાં કાશ્મીરના ખુર્રમ પરવેઝને મળ્યું સ્થાન
કર્મચારીઓના બિનવ્યાવસાયિક વલણ સામે વિરોધ: આ ઘટના બાદ, પરિવાર અને અન્ય લોકોએ હોસ્પિટલ પરિસરમાં "ડોક્ટરો અને હોસ્પિટલના કર્મચારીઓના બિનવ્યાવસાયિક વલણ સામે" વિરોધ પ્રદર્શન કર્યું. બનિહાલ બ્લોક મેડિકલ ઓફિસર (BMO) ડૉ. રાબિયા ખાને જણાવ્યું કે, આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "અમે પહેલેથી જ સ્ત્રીરોગ વિભાગમાં કામ કરતા જુનિયર સ્ટાફ નર્સ અને સફાઈ કામદારને તપાસ બાકી હોવાથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે." ડૉ. ખાને કહ્યું કે, વિગતવાર માહિતી તપાસ બાદ શેર કરવામાં આવશે.