શ્રીનગર(જમ્મુ અને કાશ્મીર): કાશ્મીરમાં 70ના દાયકામાં જે જગ્યાએ આતંકવાદી પકડાયો હતો, તે જ જગ્યાએ શુક્રવારે કાશ્મીરમાં 108 ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. 1970ના દાયકામાં JKLFના સ્થાપક મકબૂલ ભટને જે જગ્યાએ પકડવામાં આવ્યો હતો તે જ જગ્યાએ શુક્રવારે 108 ફૂટ ઊંચો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
ઝંડા ઊંચા રહે હમારાઃ કાશ્મીરમાંથી રાષ્ટ્રને સમર્પિત થયો 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ - 108 feet high National Flag
ભારતીય સેનાના અધિકારીઓનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં લંગેટ પાર્કમાં 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.(108 feet high National Flag) જેનાથી તે હજારો મુલાકાતીઓને આકર્ષિત કરશે, પ્રદેશની સુંદરતામાં વધારો કરશે અને સ્થાનિક લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડશે.
આઝાદી કા અમૃત મહોત્સવ: ઉત્તર કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં આ સૌથી ઉંચો ધ્વજ છે. તે લેંગેટ પાર્કમાં સ્થાપિત થયેલ છે. પ્રોજેક્ટનો શિલાન્યાસ 05 જુલાઈ 2022 ના રોજ કરવામાં આવ્યો હતો અને આજે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો. 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી માટે પ્રખ્યાત હંદવાડા ટાઉન 'ધ ગેટ ટુ બંગસ'ના લંગેટ પાર્કમાં 108 ફૂટ ઊંચો રાષ્ટ્રીય ધ્વજ સ્થાપિત(National Flag installed at Langate Park) કરવામાં આવ્યો હતો. વિભાગીય કમિશનર પી કે પોલ દ્વારા લંગેટ હંદવાડા ખાતે 108 ફૂટ સ્મારક રાષ્ટ્રીય ધ્વજનું ધ્વજવંદન કરાયુ હતુ, આ પ્રસંગે અન્ય અધિકારીઓ પણ હાજર હતા.
પ્રદેશની સુંદરતામાં વધારો:આ પ્રોજેક્ટ સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. 108 ફૂટનો સ્મારક રાષ્ટ્રીય ધ્વજ સમગ્ર ઉત્તર કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં સ્થાપિત કરાયેલો સૌથી ઊંચો ધ્વજ છે. એવું માનવામાં આવે છે કે આવા સ્મારક રાષ્ટ્રીય ધ્વજની હાજરી હજારો મુલાકાતીઓને આકર્ષિત કરશે અને પ્રદેશની સુંદરતામાં વધારો કરશે અને સ્થાનિક લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડશે.