ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના ઇદગાહમાં આતંકવાદી હુમલો, બે શિક્ષકોની સ્કૂલમાં કરી હત્યા - શાળામાં ઘુસી ગોળીબાર કર્યો

આતંકવાદીઓએ શ્રીનગરમાં વધુ એક ઘટનાને અંજામ આપ્યો છે. શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આવેલી એક શાળામાં આતંકવાદીઓ ઘૂસ્યા અને આચાર્ય અને શિક્ષક પર ગોળીબાર કર્યો. આ આતંકી હુમલામાં બંનેના મોત થયા હતા.

Jammu and Kashmir: શ્રીનગરમાં આતંકવાદીઓએ વધુ એક ઘટનાને અંજામ આપ્યો : હુમલામાં બેના મોત
Jammu and Kashmir: શ્રીનગરમાં આતંકવાદીઓએ વધુ એક ઘટનાને અંજામ આપ્યો : હુમલામાં બેના મોત

By

Published : Oct 7, 2021, 1:19 PM IST

  • શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આવેલી એક શાળામાં આતંકવાદીઓ ઘૂસ્યા
  • આચાર્ય અને શિક્ષક પર ગોળીબાર કર્યો, હુમલામાં બંનેના મોત થયા
  • આતંકવાદીઓ છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ વધુ એક ઘટનાને અંજામ આપ્યો છે. આજે સવારે આતંકવાદીઓ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં એક શાળામાં ઘૂસ્યા અને ગોળીબાર કર્યો. આ આતંકવાદી હુમલામાં શાળાના આચાર્ય અને એક શિક્ષકનું મોત થયું છે. આતંકવાદીઓએ ઈદગાહ વિસ્તારમાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ શાળા પરિસરમાં બંને શિક્ષકો પર ગોળીબાર કર્યો હતો.

શાળામાં ઘુસી આચાર્ય અને શિક્ષક પર ગોળીબાર કર્યો

મૃતકોમાં એક મહિલા પણ છે, જેની ઓળખ સુપિન્દર કૌર તરીકે થઈ છે, અને તે શાળાના આચાર્ય હતા. જ્યારે પુરુષ શિક્ષકની ઓળખ દીપક ચંદ તરીકે થઈ છે. આ હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. આ પહેલા મંગળવારે સાંજે આતંકવાદીઓએ શ્રીનગરમાં કાશ્મીરી પંડિત માખન લાલ બિન્દ્રોની ગોળી મારી હત્યા કરી હતી, જે વ્યવસાયે રસાયણશાસ્ત્રી હતા અને લાંબા સમયથી લોકોની સેવા કરી રહ્યા હતા. આતંકવાદીઓએ એક જ દિવસે વધુ બે હત્યાઓ કરી. જે રીતે આતંકવાદીઓ છેલ્લા કેટલાક દિવસોથી નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે, તે પ્રશ્ન ઉભો કરી રહ્યું છે કે શું કાશ્મીર ખીણમાં અરાજકતા ફરી આવી છે?

આ પણ વાંચો : UP Road Accident : બારાબંકીમાં પ્રાઇવેટ બસ અને ટ્રકની ટક્કર, 9 ના મોત, અનેક લોકો ઘાયલ થયા

આ પણ વાંચો : કર્ણાટકમાં વિશ્વ પ્રસિદ્ધ 9 દિવસીય મૈસુર દશેરા મહોત્સવનો આજથી પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details