- જમ્મુ કાશ્મીરમાં જિલ્લા નિવાર્ચન વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણીનું સાતમાં તબક્કાનું મતદાન શરૂ
- 31 મતદાન મથકોમાં મતાદનનું આયોજન
- કાશ્મીર વિભાગની 13 અને જમ્મુ વિભાગની 18 બેઠકો પર મતદાન
જમ્મુ કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં જિલ્લા નિવાર્ચન વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન માટે 31 મતદાન મથકોમાં 438 પંચ અને 69 સરપંચ બેઠકો માટે મતદાન યાજવામાં આવ્યું છે.
મતદાન કેન્દ્ર બહાર લાગી લાંબી કતાર
જિલ્લા નિવાર્ચન વિકાસ પરિષદ ચૂંટણી માટે સાતમાં તબક્કાનું મતદાન આજે યોજાયુ છે. કઠુઆમાં મતદાન કેન્દ્ર પર પોતાના મત અધિકારીનો ઉપયોગ કરી મતદાન આપવા માટે લોકોની લાંબી કતાર લાગી હતી. નવ વાગ્યા સુધીમાં 10.66 ટકા મતદાન થયું છે.
ગાંદરબલ જિલ્લામાં લોકો મત આપવા માટે ખુબ ઉત્સાહિત છે. લોકો હોંશપુર્વક મત આપવા માટે આવી રહ્યાં છે. બપોરના 1 વાગ્યા સુધીમાં 47.43 ટકા જેટલું મતદાન થયું છે.