- જમ્મુ કાશ્મીર રાજ્ય વહીવટીતંત્રનો ઐતિહાસિક નિર્ણય
- રાજયની વતની મહિલાના પતિને મળ્યાં રહેવાસી અધિકાર
- રાજ્યની મહિલાના પતિને પહેલાં આ સુવિધા ઉપલબ્ધ ન હતી
જમ્મુ-કાશ્મીરઃ રાજ્યના વહીવટીતંત્રે લીધેલા એક મોટા નિર્ણયને લઇને રાજ્યની વતની મહિલાના પતિને રહેવાસી હોવાનુંં પ્રમાણપત્ર ( Domicile Certificate ) મળવા જઈ રહ્યું છે. અગાઉ આ સુવિધા જમ્મુ-કાશ્મીરની ( jammu and kashmir ) મહિલાઓના જીવનસાથીઓ માટે ઉપલબ્ધ નહોતી, જેમણે કેન્દ્રશાસિત ક્ષેત્રની બહાર લગ્ન કર્યા હોય. કેન્દ્રીયપ્રધાન ડોક્ટર જિતેન્દ્રસિંહે જમ્મુ-કાશ્મીરના નિયમોની સૂચનાને કેન્દ્રશાસિત ક્ષેત્ર માટે નવા યુગની શરૂઆત ગણાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર ( jammu and kashmir ) સરકાર દ્વારા 31 ડિસેમ્બર, 2020 સુધીમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ ( Domicile Certificate ) આપવા માટે કુલ 35,44,938 અરજીઓ મળી હતી જેમાંથી 32,31,353 અરજદારોને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ અનંતનાગમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રી પર આતંકી હુમલો