ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Jammu and Kashmir Encounter : જમ્મુ-કાશ્મીર કુલગામના એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર - કુલગામમાં બે આતંકવાદીઓને માર્યા

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર(Jammu and Kashmir Encounter) શરૂ થયું છે. બે આતંકવાદીઓને ઠાર(Killed two Militants in Kulgam) કર્યા છે.

Jammu and Kashmir Encounter : જમ્મુ-કાશ્મીર કુલગામના એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર
Jammu and Kashmir Encounter : જમ્મુ-કાશ્મીર કુલગામના એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર

By

Published : Jan 4, 2022, 1:10 PM IST

Updated : Jan 4, 2022, 3:33 PM IST

કુલગામ: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ઓકે વિસ્તારમાં મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ(Jammu and Kashmir Encounter) શરૂ થઈ છે. ત્યારે આ અથડામણ બે આતંકવાદીઓને ઠાર(Killed two Militants in Kulgam) કર્યા છે.. જો કે હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઓકે ગામમાં આતંકવાદીઓની હાજરી

એક વરિષ્ઠ પોલીસ જણાવ્યું કે, ઓકે ગામમાં આતંકવાદીઓની હાજરી(Presence of Militants in the ​​Okay Village) વિશે ગુપ્તચર પાસેથી મળેલી માહિતીના આધારે, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને કુલગામમાં સર્ચ ઓપરેશન(Search Operation was Launched in Kulgam) શરૂ કર્યું છે.

આતંકવાદીઓ અને જવાનો વચ્ચે ગોળીબાર

અધિકારીએ કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ પર પહોંચી તો ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ત્યારે જવાનોએ પણ જવાબમાં ગોળીબાર કર્યો હતો.

પંથા ચોક વિસ્તારના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા

આ પહેલા 31 ડિસેમ્બર આસપાસ શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં એન્કાઉન્ટર(Panthachowk Encounter) દરમિયાન ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન ત્રણ પોલીસકર્મી અને ચાર CRPF જવાન ઈજાગ્રસ્ત(Encounter in Srinagar) થયા હતા. ત્યારે ફરી આજે કુલગામ જિલ્લાના ઓકે વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થતા બે આતંકવાદીઓને ઠાર(Killed two Militants in Kulgam) કર્યા છે.

આ પણ વાંચોઃ Panthachowk Encounter : ત્રણ આતંકવાદીઓ ઠાર, ચાર જવાન ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ Terrorist Associates Arrested : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ આતંકવાદીઓના ચાર મદદગારોની ધરપકડ

Last Updated : Jan 4, 2022, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details