ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: ભાજપ નેતા રાકેશ પંડિતાની ગોળીમારી હત્યા - ભાજપ નેતા રાકેશ પંડિતા

દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં ભાજપના નેતાની ગોળીમારીથી હત્યા કરવામાં આવી છે. ભાજપના નેતા રાકેશ પંડિતા પર રાત્રે 10 વાગ્યે તેમના નિવાસસ્થાનની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક મહિલા પણ ઘાયલ થઈ હતી.

ભાજપ નેતા રાકેશ પંડિતા
ભાજપ નેતા રાકેશ પંડિતા

By

Published : Jun 3, 2021, 7:12 AM IST

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં ભાજપના નેતાની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "રાતના 10 વાગ્યાની આસપાસ આતંકીઓએ તેમના ત્રાલ નિવાસસ્થાનની બહાર સ્થાનિક ભાજપ નેતા રાકેશ પંડિતા પર ફાયરિંગ કરી હતી.

આંતકીઓએ ફાયરિંગ કરી

આ હુમલા દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને પુલવામા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેથી તેમનું મોત નિપજ્યું હતું.આ સાથે જ આ ઘટનામાં એક અન્ય મહિલાને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી, જેની પણ નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ભાજપ નેતા રાકેશ પંડિતા

ૉઆ પણ વાંચો :હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો

સારવાર દરમિયાન મોત

આ દરમિયાન ભાજપે રાકેશ પંડિતાની હત્યાની નિંદા કરી છે.ભાજપના પ્રવક્તા મંઝૂર ભટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ત્રાલના પાલિકા પ્રમુખ હતા. તેઓ માત્ર ભાજપના નેતા જ નહીં પણ કાશ્મીરી પંડિત પણ હતા. તેમના એક નજીકના સંબંધીનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું તેઓ તેઓ ત્રાલ આવ્યા હતા.

ઉપરાજ્યપાલ મનોજ સિંહા જતાવ્યું દુ:ખ

જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આ અંગે કહ્યું કે,પુલવામાંના ત્રાલમાં રાકેશ પંડિતા પર થયેલા હુમલા વિશે સાંભળીને ખુબ જ દુ:ખ થયું છે.હું આ ઘટનાની નિંદા કરૂ છું.આ સમયમાં તેમના પરિવારજોન સાથે મારી સંવેદનાઓ છે.

આ પણ વાંચો : સાગર હત્યા કેસ: કુસ્તીબાજ સુશીલ કુમારને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

સુરક્ષા વગર ગયા હતા ત્રાલ

મળીતી માહીતી મુજબ, આ ઘટનામાં એક અન્ય મહિલા પણ ઘાયલ થઇ છે.તેમને પગમાં ગોળી વાગી હતી, તેમની નજીકની હોસ્પિટલમાં સારવાક અર્થે ખસેડવામાં આવ્યો છે. રાકેશ પંડિતાને સુરક્ષા આપવામાં આવી હતી.તેમની સુરક્ષા માટે 2 PSO તેમની સાથે રહેતા હતા.જોકે ત્રાલ જતા સમયે રાકેશ તેમના PSO ને સાથે લઇને ન હતા ગયા.

ABOUT THE AUTHOR

...view details