નવી દિલ્હી: જમીયત ઉલેમા-એ-હિંદે બુલડોઝર દ્વારા હિંસા જેવી ગુનાહિત ઘટનાઓમાં સામેલ હોવાની શંકા ધરાવતા વ્યક્તિઓના મકાનો તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી (Jamiat Ulama-e-Hind moves SC) દાખલ કરી છે. જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે, તેઓ ભારત અને તમામ રાજ્યોને યોગ્ય નિર્દેશો જારી કરે કે, તેઓ કોઈપણ ગુનાહિત કાર્યવાહીમાં કોઈપણ આરોપી સામે કાયમી તાત્કાલિક પગલાં ન લે અને રહેણાંકના આવાસને શિક્ષાત્મક રીતે તોડી ન નાખવા જોઈએ.
લઘુમતીઓ મુસ્લિમોને નષ્ટ કરવા:જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ અરશદ મદનીએ એક ટ્વિટ (maulana arshad madani tweet)માં જણાવ્યું હતું કે, “જમિત ઉલેમા-એ-હિંદે બુલડોઝરની ખતરનાક રાજનીતિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જે ભાજપ શાસિત રાજ્યોમાં અપરાધ રોકવા માટે નહી પણ ખાસ કરીને લઘુમતીઓ મુસ્લિમોને નષ્ટ કરવા (bulldozing of Muslims' properties) કરી રહી છે. ડિમોલિશનની આડમાં તેને નષ્ટ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:lakhimpur case ashish mishra: આશિષ મિશ્રાના જામીન રદ્દ, એક સપ્તાહમાં સરેન્ડર કરવાનો સુપ્રીમનો આદેશ