ચેન્નાઈનાલોકો પણ આ વર્ષે 5 માર્ચે તમિલનાડુની (Chennai for first time history) પરંપરાગત રમત જલ્લીકટ્ટુનો (Jallikattu in Chennai for first time history) આનંદ માણી શકશે. કારણ કે અહીં 5મી માર્ચે (first time history jallikattu in chennai) જલ્લીકટ્ટુ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રમતમાં યુવાનો બળદોને કાબૂમાં લેવા માટે લડે છે. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થાય છે. આ અંગે માહિતી આપતા તમિલનાડુના અલંદુર મતવિસ્તારના ચેન્નાઈના ધારાસભ્ય અને તમિલનાડુના ગ્રામીણ ઉદ્યોગ પ્રધાન અન્બરાસને જણાવ્યું હતું કે ડીએમકેના વડા અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જન્મદિવસની ઉજવણી માટે ચેન્નાઈમાં જલ્લીકટ્ટુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા: કઠુરિયા રોજીનાએ 46 મિનિટમાં સર કર્યો ગઢ
આ સ્પર્ધાનું આયોજન તેમણે કહ્યું કે જલ્લીકટ્ટુ સ્પર્ધામાં 500 બળદ ભાગ લેશે. ચેન્નાઈ એરપોર્ટથી (Chennai for first time history) લગભગ 20 કિલોમીટર દૂર પડપ્પાઈ ખાતે ડીએમકે દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ સ્પર્ધામાં તામિલનાડુના શ્રેષ્ઠ બુલ્સ અને ખેલાડીઓ ભાગ લેશે. એમકે સ્ટાલિનના નામે એક બળદનું અનાવરણ કરવામાં આવશે એવી માહિતી પણ તેમણે આપી હતી. મંત્રીએ ખેલાડીઓ માટે વીમાની પણ જાહેરાત કરતા કહ્યું કે પ્રથમ વખત 'ખેડૂતો માટે વીમો' પ્રદાન કરવામાં આવશે.