- જય શંકર સિંગાપોરમાં મળ્યા પોતાના સમકક્ષને
- કોરોના અંગે કરવામાં આવી ચર્ચા
- ચીન વિશે પણ કરવામાં આવી ચર્ચા
ન્યુયોર્ક : વિદેશ પ્રધાન એસ જયશંકરએ સિંગાપોરના વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણ સાથે મુલાકાત દરમિયાન રાજનૈતિક રૂપથી મહત્વ હિંદ-પ્રશાંત ક્ષેત્રને લઈને વાતચીત કરી હતી અને કોવિડ-19થી છુટકારો મેળવવા માટે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
ભારત-સિંગાપોર વચ્ચે ચર્ચા
જયશંકરે સયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 સત્રની બેઠક સિવાય ઘણી બેઠકો કરી. તે રવિવારે મેક્સિકો માટે રવાના થઈ ગયા હતા. જયશંકરે એક ટ્વીટમાં બાલાકૃષ્ણને પોતાના જૂના મિત્ર ગણાવ્યા હતા. તેમણે ભારતીય મૂળ સિંગાપૂરી નેતા સાથેની પોતાની બેઠક વિશે રવિવારે ટ્વીટ કર્યું હતું," એક જૂના મિત્ર સાથે સહજ રીતે વાતચીત થઈ" વિદેશ પ્રધાન વિવિયન બાલાકૃષ્ણ સાથે મુલાકાત દરમિયાન રાજનૈતિક રૂપથી મહત્વ હિંદ-પ્રશાંત ક્ષેત્રને લઈને વાતચીત કરી હતી અને કોવિડ-19થી છુટકારો મેળવવા માટે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણ: DRI દ્વારા કુલ 9 આરોપીની કરાઈ ધરપકડ