ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Eight Indians Detained in Qatar: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 એક્સ ઓફિસર્સના પરિવારને જયશંકર રુબરુ મળ્યા - રાષ્ટ્રપતિ કોવિંદ

પરિવારને મળવા પહોંચેલા એસ. જયશંકર જણાવે છે કે ભારત સરકાર આ મુદ્દાને ગંભીર ગણીને કાર્યવાહી કરી રહી છે. વાંચો એસ. જયશંકરે રજૂ કરેલા કેન્દ્ર સરકારના પ્રયાસો વિશે વિગતવાર

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 એક્સ ઓફિસર્સના પરિવારને જયશંકર રુબરુ મળ્યા
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 એક્સ ઓફિસર્સના પરિવારને જયશંકર રુબરુ મળ્યા

By ANI

Published : Oct 30, 2023, 11:41 AM IST

Updated : Oct 30, 2023, 1:59 PM IST

નવી દિલ્હીઃ કતારમાં 8 એક્સ નેવી ઓફિસર્સને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ નેવી ઓફિસર્સના પરિવાર સાથે રુબરુ મુલાકાત કરી છે. જયશંકરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ જાણકારી શેર કરી છે. કતારમાં 8 ભારતીય જવાનો કેદ છે જેમના પરિવાર સાથે આજે મુલાકાત કરી. આ કેદ જવાનોની મુક્તિ માટે કેન્દ્ર સરકાર હર સંભવ પ્રયત્ન કરી રહી છે.

જયશંકરે એક્સ હેન્ડલ પર માહિતી આપીઃ એસ. જયશંકરે પોતાના એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે ભારત સરકાર આ મુદ્દાની ગંભીરતા સમજે છે. તે મુજબ જ ભારત સરકાર કાર્યકરી રહી છે. સરકાર પીડિત પરિવારના દુઃખને સમજે છે. તેમણે દરેક પરિવારને આશ્વાસન આપ્યું છે અને કહ્યું કે કેન્દ્ર સરકાર નેવી ઓફિસર્સને છોડાવવા માટે દરેક શક્ય તેટલા પ્રયત્ન કરી રહી છે. આ મુદ્દાને કેન્દ્ર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. અમે દરેક લીગલ આસિસટન્સનો ઉપયોગ કરીશું. અત્યારે આ આઠ નેવીના પૂર્વ ઓફિસર્સ વિરુદ્ધ પ્રાથમિક ચુકાદો આવ્યો છે. અમે વિસ્તૃત ચુકાદાની રાહ જોઈએ છીએ અને તે મુજબ આગળની કાર્યવાહી કરીશું.

2022થી જેલમાં છે નેવી ઓફિસર્સઃ માહિતી અનુસાર ભારતીય નૌસેનાના 8 એક્સ ઓફિસર્સ કતારની જેલમાં બંધ છે. આ ઓફિસર્સ પર જાસુસીનો આરોપ લગાડવામાં આવ્યો છે. કતારની કોર્ટે આ ઓફિસર્સને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ આઠ એક્સ ઓફિસર્સમાં કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી પણ છે. જેમણે 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સન્માનિત કર્યા હતા.

  1. Dr S Jaishankar: EAM એસ જયશંકર ગુજરાતની બે દિવસીય મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા
  2. PM મોદીએ વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે, VNSGUમાં વિદેશ પ્રધાનનું નિવેદન
Last Updated : Oct 30, 2023, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details