- યુપીમાં ચાલતી કારમાં સામુહિક દુષ્કર્મનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- પોલીસે સમગ્ર મામલે તજવીજ હાથ ધરી
- પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી
જયપુર: ઉત્તરપ્રદેશમાં ચાલતી ગાડીમાં સામુહિક દુષ્કર્મનો વીડિયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 6 મહિના પહેલાની કહેવાઈ રહી છે, જેમાં મહિલા પર સામુહિક દુષ્કર્મ કરીનેે તેને માર મારવામાં આવ્યો હતો.
યુપીમાં ચાલતી સામુહિક દુષ્કર્મનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
યુપીમાં ચાલતી કારમાં સામુહિક દુષ્કર્મનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જયપુર પોલીસને જ્યારે વીડિયો મળ્યો ત્યારે તેમણે તેની તપાસ કરી હતી. વીડિયોમાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મ થયાંની પુષ્ટિ કરવામાં આવી હતી. જ્યારબાદ પોલીસે ઘટનાની ગંભીરતા જાણીને શહેરના 4 જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પોલીસ ટીમને વીડિયોની ઓળખ મેળવવાનું કહેવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો:ઉત્તર પ્રદેશ : હાથરસ સામુહિક દુષ્કર્મની પીડિતાનું સારવાર દરમિયાન મોત
જાણો શું સમગ્ર ઘટના
પોલીસે પીડિતાને જયપુર બોલાવી માનસરોવર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. પીડિતાએ કેસ દાખલ કરતાં કહ્યું કે, તે 19 ઓક્ટોબર 2020ના રોજ તે ન્યૂ સાંગાનેર રોડ સ્થિત સાંઈકૃપા હોટેલમાં રોકાઈ હતી. આ સમય દરમિયાન મહિલાના જાણીતા એવા સંજુ બંગાળીએ તેને પૈસાની લાલચ આપીને તેને એક છોકરા સાથે મોકલી હતી. તેના બાદ તે છોકરાએ તેને એક કારમાં બેસાડી દીધી હતી. કારમાં 4 લોકો સવાર હતા તે બધાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ અને બાદમાં તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ અન્ય યુવકોએ આવીને તેને બીજી કારમાં બેસાડીને દુષ્કર્મ આચર્યુ હતુ.
આ પણ વાંચો:અજમેરમાં ગુજરાતની યુવતી પર સામુહિક દુષ્કર્મ
પોલીસે સમગ્ર મામલે તજવીજ હાથ ધરી
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યુવકોએ મહિલા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને માર માર્યો હતો પરંતુ તેમાંથી એકે પીડિતાને ધમકી આપી હતી કે, જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તેનો વીડિયો વાયરલ કરીને તેને બદનામ કરશે. આથી પોલીસે ઘટનાની ગંભીરતા જાણતાં સમગ્ર મામલે તજવીજ હાથ ધરી છે.