- સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠૌર સાથે એક્સક્લૂસિવ વાતચીત
- રાજસ્થાનના રાજકારણ સહિત કોરોના કામગીરી અંગે પણ કર્યા ખુલાસા
- મીડિયાની આઝાદી પર કાતર ફેરવવાના આક્ષેપો અંગે પણ કરી વાત
જયપુરઃ (રાજસ્થાન) કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠૌર (Rajyavardhan Singh Rathore) ઓલિમ્પિક ચંદ્રકવિજેતા (Olympic medalist) છે અને તેમને રાજનીતિનો પણ સરસ અનુભવ છે. મોદી સરકારની પ્રથમ ટર્મમાંં તેઓ માહિતી અને પ્રસારણ રાજ્યપ્રધાન અને રમત અને યુવા બાબતોના કેબિનેટ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. રાઠૌર રાજસ્થાનના હોવાથી રાજસ્થાનના રાજકારણ (Rajasthan Politics) પર તેમની સાથે ખુલીને વાત થઈ શકી. તેમની સાથેના વાર્તાલાપના મુખ્ય અંશો અહીં જણાવીએ છીએ.
સવાલઃ કોરોના રોગચાળાની બીજી લહેરને (second wave of corona pandemic) લઈને ઘણું રાજકારણ ખેલાયું હતું. કેન્દ્ર સરકારે કોરોના રસી (corona vaccine) વિદેશમાં મોકલવાના નિર્ણય પર પણ વિપક્ષે સવાલો ઉઠાવ્યાં હતાં. શું તમને નથી લાગતું કે સરકારે ઉતાવળ કરી હતી?
જવાબઃ કોરોનાની પ્રથમ લહેરના સમયેે વિશ્વના વિકસિત દેશોમાં આ રોગચાળાની કાયમી સારવાર નહોતી. તે સ્થિતિમાં પણ ભારત જેવા વિકાસશીલ દેશએ વધુ સારી વ્યવસ્થાઓ ગોઠવી હતી. ઉદાહરણ તરીકે જોઇએ તો કોવિડ -19 પહેલાં પીપીઇ કિટ્સ ખૂબ મર્યાદિત માત્રામાં બનાવવામાં આવતી હતી. કોરોના રોગચાળાની પ્રથમ લહેરમાંથી બોધપાઠ લઇ વેન્ટિલેટરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થયું. વિકસિત દેશોની જેમ અમે અહીં અટક્યા નહીં અને વિકસિત દેશોથી પણ એક ડગલું આગળ વધી અને રસી બનાવી લીધી. તબીબીક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરતાં જીવનરક્ષક દવાઓનું ઉત્પાદન અનેકગણું વધાર્યું છે. કોરોનાની બીજી લહેરમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે અમને ઘરી સંવેદના છે તેમ છતાં હું એમ કહેવા ઇચ્છું છું કે વિશ્વના ઘણા દેશોની તુલનામાં વસતીની દ્રષ્ટિએ દેશમાં મૃત્યુદર ઓછો છે.
સવાલઃ ન્યુ યોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલાં કોરોનાથી થયેલા મૃત્યુનાં આંકડાઓ વિશે વાત કરીએ તો તેમાં કોરોનાથી મોતના આંકડા પર સવાલ ઉઠાવવામાં આવ્યાં હતાં. તાજેતરમાં જ બિહારમાં કોરોનાને કારણે થયેલા મોતની સંખ્યામાં વધારો થયો છે. એવી દલીલ કરવામાં આવી હતી કે આંકડાને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થયો છે. તો શું હવે એવું માનવું જોઈએ કે મોતના આંકડા હવે આખરી છે?
જવાબઃ માત્ર ભારતમાં જ નહીં વિશ્વના ઘણા દેશોમાં પણ કોરોનાને કારણે થયેલા મોતના આંકડાને ફરીથી ચકાસી લેવાની જરૂર છે. રાજસ્થાન સરકાર આ આંકડાઓમાં ગેરરીતિ કરી રહી હતી. રાજ્યના અધિકારીએ જ કહ્યું હતું કે અમારા રેકોર્ડમાં હોસ્પિટલોમાં કોરોનાને કારણે થતા મોતની સંખ્યાને જ અમારી પાસે છે. જેઓના પોતાના ઘરમાં મોત થયાં તેના આંકડા અમારી પાસે નથી.
સવાલઃ રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં છે તો શું એવું માનવું જોઇએ કે જે રાજ્યોમાં ભાજપ છે ત્યાં અને કેન્દ્ર સરકારે પણ મૃત્યુઆંકને ઓછો આંક્યો છે?
જવાબઃ જૂઓ, આપણે આરોગ્ય સુવિધાઓના વિકાસમાં ઘણી પ્રગતિ કરી છે. દેશમાં જ્યાં માસ્કનું ઉત્પાદન ખૂબ ઓછું થયું હતું ત્યાં કોવિડ રસીનું ઉત્પાદન ખૂબ ટૂંકા સમયમાં દેશમાં શરૂ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી ઉત્પાદનની દિશામાં ભાવિ સ્થિતિ સમજી લીધી હતી. સમયસર સાર્થક પ્રયત્નો કરવાને કારણે આજે આપણે રસીના મામલે સ્વનિર્ભર છીએ. આપણે આવી રસી બનાવી છે જેનો ઉપયોગ વિશ્વના 80 દેશોમાં કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ પૂણેના એક સ્ટાર્ટઅપે થ્રીડી પ્રિન્ટિંગની મદદથી કોરોનાને નિષ્ક્રિય કરતું માસ્ક બનાવ્યું
સવાલઃ દેશમાં રસી ઉત્પાદનના પ્રારંભિક મહિનાઓમાં 6 કરોડથી વધુ રસી ડોઝ અન્ય દેશોમાં મોકલવાનું પગલું શું યોગ્ય હતું? કારણ કે બીજી લહેરમાં મોતનું પ્રમાણ વધુ રહ્યું. આને કારણે વિપક્ષે પણ સરકારની ઘણી ટીકા કરી હતી.
જવાબઃ આપણે સમજવું પડશે કે રસી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં વપરાતો કાચો માલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આ સ્થિતિમાં કાચા માલની આયાત કરવામાં આવે છે તે દેશોની કેટલીક શરતો હોય છે. એે ખૂબ મહત્વનું છે કે કાચા માલના બદલામાં આ દેશોએ રસી આપવી પડતી હોય છે. વૈશ્વિક સ્તરે આ નિશ્ચિત સંખ્યાની દ્રષ્ટિએ અન્ય દેશોમાં રસીના ડોઝ મોકલવા જરૂરી છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ ભયાનક બની હતી ત્યારે કેન્દ્ર સરકારે સમયસર યોગ્ય પગલાં લીધાં હતાં અને રસી અંગે વૈશ્વિક સંમતિ મેળવીને રસીની નિકાસ બંધ કરી દીધી હતી.
સવાલ- રાજસ્થાનમાં ઓક્સિજન અને રેમડિસિવીર ઇન્જેક્શનના (Remdesivir Injection) અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે કોરોનાની બીજી લહેર વખતે રાજ્ય સરકારે સ્થાનિક ભાજપ સાંસદોને મદદ ન કરવા અને કેન્દ્ર સરકારની ઉપેક્ષાનો આક્ષેપ કર્યો હતો. ગહેલોત સરકારે કોવિડને કારણે થતાં મૃત્યુ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. તો આ આરોપો અંગે આપને શું કહેવું છે?
જવાબઃ આ વાત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોરોનાકાળમાં રાજસ્થાન સરકારે પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરી ભાજપના સાંસદોને જવાબદાર ગણાવ્યાં છે. રાજસ્થાન સરકારના તમામ આક્ષેપો તથ્યહીન છે, કારણ કે સાંસદોએ સમયસર તેમની જવાબદારીઓ સારી રીતે નિભાવી છે. કેન્દ્ર સરકારની અનેક ચેતવણીઓ છતાં રાજસ્થાનના મુખ્યપ્રધાન પોતાની સત્તા બચાવવા માટે રાજકીય સંકટ સંભાળતાં રહ્યાં હતાં. કોરોનાની બીજી લહેર પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન માટે ચાર ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) સ્થાપવા માટે પીએમ કેર ફંડમાંથી નાણાં આપ્યાં હતાં પણ સરકારે કંઈ કર્યું નહીં. રાજસ્થાન સરકારે કેન્દ્ર સરકારની દરેક મદદ અને સલાહોની અવગણના કરી હતી.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના