નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતિ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા (Stone pelting on procession going out on Hanuman Jayanti) બાદ વિસ્તારમાં શાંતિ છે. જહાંગીરપુરી અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સ્પેશિયલ કમિશનર, લો એન્ડ ઓર્ડર (ઝોન-1) દીપેન્દ્ર પાઠકે કહ્યું કે, સ્થળ પર શાંતિ છે. અમે લોકો સાથે વાત કરી રહ્યા છીએ. અમે તેમને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. જહાંગીરપુરીમાં સુરક્ષા વ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, અમે પર્યાપ્ત સંખ્યામાં પોલીસ દળો તૈનાત કર્યા છે અને અમે સ્થિતિને નિયંત્રણમાં લાવી છે.
15 લોકોની કરાઇ ધરપકડ - દિલ્હી પોલીસે હિંસા બાબતે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, જહાંગીરપુરી હિંસા કેસમાં (Jahangirpuri Violence Case) અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અંસાર નામનો યુવક મુખ્ય આરોપી જણાવવામાં આવી રહ્યો છે. શનિવારની હિંસામાં 8 પોલીસકર્મીઓ અને એક નાગરિક સહિત 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. એક સબ ઇન્સ્પેક્ટરને ગોળી વાગી હતી, હાલ તેમની હાલત સ્થિર છે. ગુપ્તચર એજન્સીઓને જહાંગીરપુરી હિંસા પાછળ કાયદો અને વ્યવસ્થાને બગાડવાનું મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો :Hanuman Jayanti 2022: ગુજરાતમાં અવ્યવસ્થા ઉભી કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે
ભાજપે હિંસાને સાજીશ બતાવી - ભાજપના દિલ્હી એકમના નેતાઓએ હનુમાન જયંતી સરઘસ દરમિયાન જહાંગીરપુરીમાં થયેલી અથડામણને "કાવતરું" ગણાવ્યું હતું અને આ ઘટનામાં "ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ" ની ભૂમિકાની તપાસની માંગ કરી હતી. બીજેપી દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, "આ હુમલો અચાનક બનેલી ઘટના નથી પરંતુ એક કાવતરું હતું". ભાજપના નેતા કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો કે સરઘસ પર પથ્થરમારો એ "આતંકવાદી હુમલો" હતો. તેમણે દેશમાંથી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને તાત્કાલિક ધોરણે હાંકી કાઢવાની માંગ કરી હતી.