'મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મે જાન હોતી હૈ, પંખો સે કુછ નહી હોતા હૌસ લોસે ઉડાન હોતી હૈ' આ લાઇને સાચી કરી બતાવી આસામની 19 વર્ષની છોકરી જબીન કૌસરે જ્યારે કૌસર હાથથી દિવ્યાંગ છે પરંતું, તેના મજબુત ઉત્સાહના કારણે પોતાનું જીવન સર્વાઇવરની જેમ જીવી રહી છે. આ મજબુત નિર્ણયને દુનિયાને બતાવાનો નિર્ણય બોલિવૂડ અક્ષય કુમારે કર્યો છે.
આ સ્ટોરીમાં અક્ષય કુમારની શોર્ટ ફિલ્મ 'શોર્ટ સ્ટોરી ઓફ ન્યૂ ઇન્ડિયા વિથ અક્ષય કુમાર'માં આસામની રિયલ લાઇફ વોરિયર જબીન કૌસર દર્શાવવામાં આવી છે. જબીન દિવ્યાંગ છોકરી છે, તેમના હાથ નથી. જબીનની પાસે હાથ ભલે ના હોય પરંતુ હિમત તેની આકાશથી પણ મોટી છે. એવી જ હિંમતના લીધે જબીન પોતાના પગથી લખલા સાથે પેઇન્ટિંગ પણ કરી શકે છે.
જબીન કૌસર ધૈર્ય અને દઢ નિશ્ચયનો જીવતો જાગતો નમૂનો છે. ક્યારેય પણ હાર નહી માનનારી ઉત્સાહથી ભરેલી જબીન પર બોલીવુડ સ્ટાર અક્ષય કુમારનું ધ્યાન ગયુ, તેમણે પોતાની શોર્ટ ફિલ્મ, શોર્ટ સ્ટોરિઝ ઓફ ન્યૂ ઇંડિયા દ્વારા પુરી દુનિયાની જબીન કૌસર સાથે મુલાકાત કરાવી.
શોર્ટ ફિલ્મ સોશિયલ મીડિયા પર રિલીઝ થઇ ચૂકી છે. જેમાં ખેલાડી અક્ષય કુમાર જબીન કૌસરની જિંદગી અને તેમા સાહસથી આપણી મુલાકાત કરાવતા નજર આવે છે. વર્ષ 2017માં જબીન અને તેના પરિવાર માટે મહત્વનું રહ્યું હતું. જબીને 10માં ધોરણમાં સારા માર્કસ લાવ્યા બાદ મીડિયા દ્વારા લોકો સામે તેની હિંમત બતાવવામાં આવી. ત્યાર બાદ અક્ષય કુમારનું ધ્યાન આ સર્વાઇવર પર ગયું અને તેણે નિર્ણય લીધો કે લોકો સામે આ પ્રેરણાદાયક સ્ટોરી બતાવવાનો નિર્ણય કર્યો હતો.
અક્ષય કુમારે પરિમલ ફાઉંડેન્સન અને વાયકોમ-18 પિકચર્સ દ્વારા પ્રસ્તુત શો, "શોર્ટ સ્ટોરીઝ ઓફ ન્યૂ ઇંડિયા વિથ અક્ષય કુમાર"માં જબીનનો ઇન્ટરવ્યુ લીધો. જબીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું, કે અક્ષય સર સાથે મુલાકાત કરવી મારા માટે ખુશીની વાત છે, તેઓ ખુબ સારા હોસ્ટ છે. અમે તેમની સાથે તેમના ધરે બે દિવસ રહ્યા અને તેમણે મને IPS બનવા માટે પ્રોત્સાહિત પણ કરી હતી. હું હવે પોતાના ધ્યેય તરફ આગળ વધીશ.