ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Declared The Living Person Dead : પંજાબની ખાનગી હોસ્પિટલમાં જીવિત વ્યક્તિને કર્યો મૃત જાહેર - હોશિયારપુરમાં IVY હોસ્પિટલ

અજીબોગરીબ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલે મૃત જાહેર કર્યો હતો. વ્યક્તિ હલનચલન જોઈને પરિવાર તેને તરત જ PGI લઈ ગયા હતા. જ્યાં થોડા કલાકોની સારવાર બાદ હોશ આવ્યો હતો.

Declared The Living Person Dead : પંજાબની ખાનગી હોસ્પિટલમાં જીવિત વ્યક્તિને કર્યો મૃત જાહેર
Declared The Living Person Dead : પંજાબની ખાનગી હોસ્પિટલમાં જીવિત વ્યક્તિને કર્યો મૃત જાહેર

By

Published : Feb 13, 2023, 7:25 PM IST

હોશિયારપુર :હોશિયારપુરના રામ કોલોની કેમ્પ ગામમાં નાંગલ શહીદના રહેવાસી બહાદુર સિંહને શ્વાસ લેવામાં તકલીફ હતી અને ઉધરસને કારણે તેમનો પરિવાર તેમને IVY હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબોએ ત્રણથી ચાર કલાકની સારવાર બાદ બહાદુરસિંહને મૃત જાહેર કર્યા હતા.

અજીબોગરીબ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો :બહાદુર સિંહને શ્વાસ અને ઉધરસની તકલીફ હતી અને તેનો પરિવાર તેને IVY હોસ્પિટલમાં લઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં તબીબોએ ત્રણથી ચાર કલાકની સારવાર બાદ બહાદુરસિંહને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોએ પરિવારને બિલ ચૂકવીને મૃતદેહ લેવા જણાવ્યું હતું. પરિવારજનો જ્યારે બહાદુર સિંહના મૃતદેહને ખસેડી રહ્યા હતા ત્યારે તેમના શરીરના ભાગોમાં હલનચલન જોવા મળી હતી. પરિવાર તરત જ તેને PGI લઈ ગયા હતા.

આ પણ વાંચો :Chhattisgarh News: બલરામપુરમાં ઈંટના ભઠ્ઠા પર સૂઈ રહેલા ત્રણ શ્રમિકોના શ્વાસ રૂંધાતા મોત

મૃત વ્યક્તિ જીવિત થયો :PGIના ડોકટરોએ બહાદુર સિંહની તપાસ કરી અને સારવાર કરી, જેઓ થોડા સમય પછી ભાનમાં આવ્યા હતા. બાદમાં પરિવારે IVY હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવાની માગ કરી. આશ્ચર્યની વાત એ છે કે હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયેલ વ્યક્તિ પણ આ વિરોધમાં હાજર છે.

આ પણ વાંચો :Chhattisgarh News: બલરામપુરમાં ઈંટના ભઠ્ઠા પર સૂઈ રહેલા ત્રણ શ્રમિકોના શ્વાસ રૂંધાતા મોત

બીલ ચૂકવો અનેમૃતદેહ લો :ઘટના વિશે વાત કરતા બહાદુર સિંહની પત્ની કુલવિંદર કૌરે જણાવ્યું હતું કે, જ્યારે તેમના પતિને સામાન્ય ઉધરસ હતી, ત્યારે તેઓ તેમને IVY હોસ્પિટલમાંં લઈ ગયા અને ત્યાંના ડૉક્ટરોએ તેમના ગળાની તપાસ કરી હતી. દર્દીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. 3 થી 4 કલાક પછી જ્યારે મેં મારા પતિને મળવાની જીદ કરી તો ત્યાંની નર્સોએ મારી સાથે ખરાબ વર્તન કર્યું અને મને મળવા ન દીધી, પરંતુ જ્યારે મેં ફરીથી ડોકટરોને મળવાનું કહ્યું ત્યારે તેઓએ કહ્યું કે, તમારા પતિ મૃત્યુ પામ્યા છે, બિલ ચૂકવો અને મૃતદેહ લો. આ અંગે ઘટનાસ્થળે પહોંચેલા એસએચઓ મોડલ ટાઉન હરપ્રીતે વાત કરતા કહ્યું કે, પીડિતાના પરિવારજનો દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 2 દિવસમાં તપાસ કર્યા બાદ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details