- વિશ્વભરમાં ઉજવાઈ રહ્યું છે 43 આઈવીએફ વર્ષ
- ટેસ્ટ ટ્યૂબ બેબીના જનક છે ડૉ. રોબર્ટ એડવર્ડ
- પ્રથમ આઈવીએફ બેબી લુઇસનો જન્મ 25 જુલાઈ 1978 થયો હતો
લેસ્લી અને પીટર બ્રાઉનનો પુત્ર લુઇસ જોય બ્રાઉનનો જન્મ 25 જુલાઈ 1978 ના રોજ આઇવીએફ ( IVF ) ટેકનોલોજીની મદદથી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ઓલ્ડ હેમ અને ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલમાં થયો હતો. ખાસ કરીને યુગલો કે જેઓ માતાપિતા બનવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં હતાં તેમના માટે આ સાથે આશાનું કિરણ જાગ્યું હતું. તે પછી આજ સુધીમાં વિશ્વભરના હજારો અને લાખો યુગલોને આઇવીએફ ટેકનીક ( In vitro fertilization ) દ્વારા સંતાનપ્રાપ્તિ થઈ છે. આ વરદાન એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબીના ( Test Tube Baby ) જનક રોબર્ટ એડવર્ડને 2010માં મેડિકલ સાયન્સમાં નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. વિશ્વના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બાળકના જન્મના લગભગ 70 દિવસ પછી ભારતે પણ આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ વર્ષે આઈવીએફની 43મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે.
શું છે આઈવીએફ ( IVF ) ટેકનીક
ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન ( In vitro fertilization ) એ એક સારવાર પદ્ધતિ છે જેમાં ગર્ભને લેબોરેટરીમાં ઉત્પન્ન કરવામાં આવે છે. જેને વિવિધ જટિલ પ્રક્રિયાઓ બાદ માતાના શરીરમાં રોપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન પુખ્ત ઇંડા માતાના અંડાશયમાંથી એકત્રિત કરવામાં આવે છે અને એક પ્રયોગશાળામાં પિતાના શુક્રાણુઓ દ્વારા મિશ્ચિત કરવામાં આવે છે. તેમાં જે ઇંડા ફળે તેને માતાના ગર્ભાશયમાં સ્થાનાંતરિત થાય છે. આ પ્રક્રિયામાં લગભગ 3 અઠવાડિયા લાગે છે. આ પ્રક્રિયા જોકે સસ્તી નથી અને હંમેશાં 100% પરિણામો આપતી નથી. પરંતુ જો આ ઉપચાર કોઈ સારા અને પ્રમાણિત પ્રજનન ક્લિનિકમાં કરવામાં આવે તો મોટાભાગના યુગલોને સફળ પરિણામ મળે છે.
નિઃસંતાન દંપતિ માટે ( IVF ) તબીબી માર્ગદર્શન
પ્રજનન મેડિસિન અને શસ્ત્રક્રિયા નિષ્ણાત, હૈદરાબાદના આઈએમએસ ફર્ટિલિટી સેન્ટરમાં ડિરેક્ટર અને મધરહૂડ ફર્ટિલિટી વિભાગના વડા ડો. વૈજયંતી કહે છે કે લોકો સામાન્ય રીતે આઈયુઆઈ અને આઈવીએફ ( IVF ) વિશે ઘણાં મૂંઝવણમાં હોય છે. જો કે આ બંને પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે એમ્બ્રોયો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. પરંતુ આ બે પદ્ધતિઓ સંપૂર્ણપણે અલગ છે. આઈવીએફમાં, પ્રજનન નિષ્ણાતો સ્ત્રીઓના અંડાશયમાંથી ઇંડા લે છે અને પુરુષ શુક્રાણુ સાથે પ્રયોગશાળામાં તેને ફળદ્રુપ કરે છે. આ પ્રક્રિયા પછી પરિણમતો ગર્ભ સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત થાય છે.
કઇ સમસ્યાઓમાં આઈવીએફ( IVF ) સારવાર ફાયદેમંદ છે ફેલોપિયન ટ્યૂબમાં અડચણ એવું નિઃસંતાનપણું જેનું કારણ જાણી શકાતું નથી.બધી તપાસ નોર્મલ હોવા છતાં ગર્ભધારણમાં સમસ્યા હોય પુરુષોમાં સ્પર્મ સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને સંખ્યામાં અને ગુણવત્તામાં ઉણપ |