નવી દિલ્હીઃબોલિવૂડના લોકપ્રિય અભિનેતાઓમાંના એક વરુણ ધવનનો આજે જન્મદિવસ (Varun Dhawan birthday) છે. પોતાની સ્ટાઈલ, આકર્ષક દેખાવ અને ઉત્તમ અભિનયના કારણે તેણે ચાહકોના દિલમાં જગ્યા બનાવી (varun dhawan 35th birthday) લીધી છે. ધવને તેની આગામી ફિલ્મ બવાલના સેટ પર આજે 24મી એપ્રિલે તેનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો. વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો (varun dhawan birthday on bawaal set) છે, જેમાં તે બ્લુ અને ગોલ્ડન ફુગ્ગાઓ વચ્ચે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:Will Smith in India: શું આ કારણે ઓસ્કર સ્લેપ ગેટ પછી વિલ સ્મિથ ભારતમાં છે?
ફિલ્મના સેટ પર આવીને ખૂબ જ આનંદ થયો:તેણે ફોટો સાથે લખ્યું છે કે, છેલ્લા બે જન્મદિવસ ઘરે વિતાવ્યા પછી, તેના 35માં જન્મદિવસ પર ફિલ્મના સેટ પર આવીને ખૂબ જ આનંદ થયો. નિતેશ તિવારી (@niteshtiwari22) ના સેટ પર રિપોર્ટિંગ કરવા માટે સવારે 5:30 વાગ્યે જાગવું ખૂબ જ સારું લાગે છે. ફિલ્મ 'બવાલ' અંગે તેણે કહ્યું કે, આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે. 'જુગ-જુગ જિયો' અને ભેડિયા પણ રિલીઝ માટે તૈયાર છે.
આ પણ વાંચો:હીરોપંતી 2નું નવું ટ્રેલર થયું લોન્ચ, લાખોમા મળ્યા વ્યુઝ
ફિલ્મ બવાલનું શૂટિંગ:વરુણ ધવન હાલમાં ફિલ્મમેકર નિતેશ તિવારીની આગામી ફિલ્મ બવાલનું શૂટિંગ કરી રહ્યો છે, જેમાં જાહ્નવી કપૂર પણ તેની સાથે છે. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, આ ફિલ્મ 7 એપ્રિલ, 2023 ના રોજ રિલીઝ થવાની છે. આ સિવાય વરુણ ધવન 'જુગ-જુગ જિયો'માં કિયારા અડવાણી અને ભેડિયામાં કૃતિ સેનન સાથે જોવા મળશે.