ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ITI-દિલ્હીના ઇંક્યુબેટેડ સ્ટાર્ટઅપ ગેલિયોસ મોબિલીટીએ વિકસાવ્યું ઇલેક્ટ્રીક સ્કૂટર - 20 paise per kilometer

ITI-દિલ્હીના ઇંક્યુબેટેડ સ્ટાર્ટઅપ ગેલિયોસ મોબિલીટીએ લગભગ 20 પૈસા પ્રતિ કિલોમીટરે ચાલવાળા ઇલેક્ટ્રોનિક સ્કૂટર હોપ બનાવ્યું છે. હોપ ડિલેવરી અને સ્થાનિય આગમન માટે સસ્તું સ્કૂટર છે. આ સ્કુટર ઇ-વાહનમાં મળવાવાળી છૂટની શ્રેણીમાં આવે છે. આના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કે પંજીકરણની કોઇ જરૂર નથી.

scooter
ITI-દિલ્હીના ઇંક્યુબેટેડ સ્ટાર્ટઅપ ગેલિયોસ મોબિલીટીએ વિકસાવ્યું ઇલેક્ટ્રીક સ્કુટર

By

Published : Mar 25, 2021, 2:55 PM IST

Updated : Mar 25, 2021, 5:35 PM IST

  • ITI-દિલ્હીએ બનાવ્યું સસ્તું ઇલેક્ટીકસ્કૂટર
  • સ્કુટર માત્ર 20 પૈસા પ્રતિ કિલોમીટર ચાલશે
  • આધુનિક સુવિધાથી સજ્જ છે સ્કુટર

દિલ્હી: ITI-દિલ્હીના ઇંક્યુબેટેડ સ્ટાર્ટઅપ ગેલિયોસ મોબિલીટીએ હોપ નામના એક ઇલેક્ટ્રોનિક સ્કૂટરનું નિર્માણ કર્યું છે.આ સ્કૂટર 25 કિમી/કલાકની ગતિથી ચાલે છે. હોપની સાથએ પોર્ટેબલ ચાર્જર અને લિથયમ આયન બૈટરી આવે છે.જેને ઘરમાં ઉપયોગમાં લેવાતા પ્લગથી ચાર્જ કરી શકાય છે.સામાન્ય વિજળીમાં આ બેટરી 4 કલાકમાં પૂર્ણ ચાર્જ થઇ જાય છે.તમારી જરૂરીયાત પ્રણાણે આદર્શ સ્થિતીમાં ગ્રાહક પાસે 2 અલગ-અલગ રેંજ 50 કિલોમીટર અને 75 કિલોમીટરની ક્ષમતાનું ચયન કરવાનો વિકલ્પ છે.

આધુનિક સુવિધાથી સજ્જ

ITI-દિલ્હી પ્રમાણે , આ સ્કૂટર બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ , ડેટા મોનિટરીંગ સિસ્ટમ, અને પેડલ આસિસ્ટ યુનિટ જેવી આધુનિક તકનિકોથી યુક્ત છે. આમાં ITO છે. જે ડેટા એનાલિટીક્સના માધ્યમથી ગ્રાહકને પોતાના સ્કુટર વિશે હંમેશા જાણકારી આપે છે. આવી વિશેષતાઓને કારણે હોપ ભવિષ્યના સ્માર્ટ અને કનેક્ટેડ સ્કૂટરની શ્રેણીમાં આવે છે.

આ પણ વાંચો : હુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં

ગ્રાહક પોતાની જરુરીયાત મુજબ પેડલ કે થ્રોટલનું કરી શકશે ચયન

ગેલિયોસ મોબિલીટીએ એવી અમુક કંપનીઓમાં છે જેના દ્વારા સ્કૂટરમાં પેડલ આસિસ્ટ સિસ્ટમ જેવું વિશેષ ફિચર્સ આપવામાં આવ્યું છે. મુસાફરી દરમિયાન ગ્રાહક પોતાની સુવિધા અનુસાર પેડલ કે થ્રોટલના વિકલ્પનું ચયન કરી શકે છે.સુવિધાજનક પાર્કિંગ માટે હોપ વિશેષ રિવર્સ મોડ તકનીકથૂ યુક્ત છે, જેની મદદથી આસાનીથી કોઇ પણ જગ્યાએ સ્કુટર પાર્ક કરી શકાય છે.

ટ્રાફિકમાંથી સરળતાથી નિકળી શકાશે

અત્યાધુનિક ઉપયોગ માટે હોપમાં એક મજબૂત અને ઓછા વજન વાળી ફ્રેમ બનાવવામાં આવી છે. સ્કૂટરની ડિઝાઇન આને ટ્રાફિકમાંથી સરળતાથી બહાર કાઢી શકે છે.વાહનમાં રિવોલ્યુશનરી સ્લાઇડ અને સવારીની જરૂરત પ્રમાણે ભાર વાહક એસેસરીઝ અથવા પાછળની સીટ જોડી શકાય છે.ગેલિયોસ મોબિલીટી ભોજન, ઇ-કોમર્સ, કરિયાણું, જરુરીયાત અને અન્ય વિતરણ, કાર્યક્રમોમાં હાઇપરલોક ડિલેવરીની જરૂરીયાતોને પુર્ણ કરવા માટે સરદ અને વિતરણની સાથે સહયોગ કરે છે. કંપની દ્વારા વધારે ઉપયોગ માટે રસ્તાઓ પર સ્કુટર માટે ચાર્જીગ અને મેંટેનસ માટે હબ ઉભા કરવામાં આવશે. તાત્કાલિક સમયમાં કંપની દ્વારા બેટરી બદલવી અને માર્ગ સહાયતા કંપની દ્વારા પ્રદાન કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઈલેક્ટ્રીક વાહનોનું વધ્યું ચલણ, જાણો કેટલી ફાયદાકારક છે બેટરીથી ચાલતી બાઈક?

વધતા જતા પ્રદૂષણમાં ઉત્તમ ઉપાય

ગેલિયોસના સ્થાપક અને સીઇઓ આદિત્ય તિવારીએ કહ્યું કે આપણે વધતા જતા પ્રદુષણ અને જલપરીવર્તનના સમયમાંથી પસાર થઇ રહ્યા છે.અને સમસ્ત ઉદ્યોગ વિશેષ ઓટોમાબાઇલના ક્ષેત્રમાં સતત પ્રયાશની જરુર છે.અમે 3 વર્ષ પહેલા ગેલિયોસ મોબિલિટીની શરુઆંત દરરોજના અવરજવર ઇકોસિસ્ટમ બનાવવના દ્રષ્ટીકોણથી કરવામાં આવી હતી.આ પ્રયાશમાં હોપ અમારો મુખ્ય પ્રયાશ છે.હોપની કિમંત માત્ર 46,999 રુંપિયાથી શરું થાય છે. જે અમારા હિસાબે માર્કેટમાં સૌથી સસ્તું ઇન્ટરનેટ કનેક્ટેડ સ્કૂટર છે.

Last Updated : Mar 25, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details