- ITBPના જવાનોએ 13,500 ફીટ પર ચલાવ્યું બચાવ અભિયાન
- હિમવર્ષાના કારણે ફસાયેલા 17 પ્રવાસીઓને જવાનોએ બચાવ્યા
- તમામ પ્રવાસીઓ 3 ગાડીમાં સિક્કિમના દર્શને નીકળ્યા હતા
આ પણ વાંચોઃજાણકારી: ટ્રમ્પે મુસ્લિમ પ્રવાસીઓ પર મૂકેલા પ્રતિબંધોની નાબુદી
ગંગટોકઃ સિક્કિમના શેરથાંગ પાસે મંગળવારે રાત્રે હિમવર્ષાના કારણે 17 પ્રવાસીઓ બરફમાં ફસાઈ ગયા હતા. આ સાથે જ 3 ગાડીઓ પણ ફસાયેલી હતી. જોકે, ITBPના જવાનોએ આ તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર, 48મી બટાલિયનના ITBPના જવાનોએ 13,500 ફીટ પર બચાવ અભિયાન ચલાવ્યું હતું. ભારે હિમવર્ષાના કારણે સેરાથાંગ પાસે 17 પ્રવાસીઓ સાથે 3 વાહનો ફસાયેલા હતા. જવાનોએ 17 પ્રવાસીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા.