- ઓનલાઈન ગેમ કુશળતાનું તત્વ ગુમાવે છેઃ મદ્રાસ હાઇકોર્ટ
- કર્ણાટકના ગેમિંગ અને એસ્પોર્ટસ સમુદાય નિંદા કરી
- નોકરીઓ અને આવકમાં નુકશાન થઈ શકે છેઃ ઈન્ટરનેટ ઉદ્યોગ
ન્યૂઝ ડેસ્ક: કેરળ હાઈકોર્ટે સોમવારે ઓનલાઈન રમી પર પ્રતિબંધ લગાવતી કેરળ સરકારની સૂચના રદ કરી હતી. અગાઉ, મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારના ઓનલાઈન કૌશલ્ય રમતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ રદ કર્યો હતો.
હકીકતમાં, ફેબ્રુઆરી 2021 માં, કેરળ સરકારે કેરળ ગેમિંગ એક્ટ હેઠળ બહાર પાડવામાં આવેલી સૂચના દ્વારા ઓનલાઈન રૂમી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સુધારાને પડકારતી અનેક ગેમિંગ કંપનીઓ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ ટી આર રવિએ સોમવારે જાહેર કરેલા ચુકાદામાં જણાવ્યું હતું કે નોટિફિકેશન મનસ્વી અને વેપાર અને વાણિજ્યના અધિકાર અને ભારતીય બંધારણ હેઠળ ગેરંટી આપવામાં આવેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.
ઓનલાઈન રમતો પર પ્રતિબંધ મુકતા ઉદ્યોગ અને વેપારસંસ્થાઓ દ્વારા વિરોધ
મદ્રાસ હાઇકોર્ટના ચુકાદામાં કોર્ટે જણાવ્યુ છે કે, રમી અને પોકર કૌશલ્યની રમત છે. કોર્ટે એમ પણ કહ્યું કે સ્ક્રેબલ અને ચેસ જેવી રમતો માટે વર્ચ્યુઅલ અને ઓનલાઈન ફોર્મેટ વચ્ચે કોઈ તફાવત નથી. આથી એવું માની લેવું ખોટું છે કે ઓનલાઈન રમાયેલ ગેમ તેની કુશળતાનું તત્વ ગુમાવે છે
હાઈકોર્ટના બે ક્રમિક ચુકાદાઓ કર્ણાટક બિલને ચકાસણી હેઠળ લાવ્યા. કૌશલ્યની ઓનલાઈન કર્ણાટક બિલના અનેક ઉદ્યોગ અને વેપાર સંસ્થાઓ દ્વારા વ્યાપકપણે વિરોધ કરવામાં આવ્યો હતો.
શક્તિશાળી વેપાર સંસ્થા CAIT એ જણાવ્યુ કે, આ બિલ સમૃદ્ધ ભારતીય ગેમિંગ સ્ટાર્ટઅપ સેક્ટર માટે ખતરો છે અને તે ગેરકાયદેસર ઓફશોર જુગાર અને સટ્ટાબાજીની એપને પ્રોત્સાહન આપશે જે ઓનલાઇન ગ્રે માર્કેટમાં કામ કરે છે.
ઈન્ટરનેટ ઉદ્યોગની અગ્રણી સંસ્થા IAMAI એ જણાવ્યુ છે કે, આ બિલ કર્ણાટકને દેશના સ્ટાર્ટઅપ હબ તરીકેની સ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી નોકરીઓ અને આવકમાં નુકશાન થઈ શકે છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન ફન્ટેસી સ્પોર્ટ્સ (FIFS)એ જણાવ્યુ છે કે, આ બિલ ભ્રામક હોવાનું જણાય છે. કારણ કે તે કાયદેસર વ્યવસાયોને ગેરકાયદેસર ઓનલાઈન જુગાર, સટ્ટાબાજી અને સટ્ટાબાજીના પ્લેટફોર્મ ગણીને દંડ કરે છે.