- વડાપ્રધાન મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ સત્રને સંબોધ્યું
- ઈનોવેશનના કારણે જ દુનિયા ચાલતી રહી છેઃ વડાપ્રધાન
- ભારતમાં 1 અબજથી વધારે મોબાઈલના ઉપયોગકર્તા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ત્રણ દિવસીય ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોકાણકારોને ભારતમાં ઝડપથી ટેલિકમ્યુનિકેશન ટેક્નોલોજી અને સેવા ક્ષેત્રમાં ઉદ્ભવતી સંભાવનાઓ તરફ આકર્ષિત કર્યા છે. આ અવસર પર વડાપ્રધાને કહ્યું, મોબાઈલ ટેક્નિકના ઉપયોગથી વિભિન્ન કાર્યોમાં પારદર્શકતામાં વધારો થશે.
ત્રણ વર્ષમાં ઉચ્ચ ગતિની ફાઈબર ઓપ્ટિક ડેટા કનેક્ટિવિટીથી જોડાશે
વડાપ્રધાને ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રથી જોડાયેલા દેશ વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધિત કરતા કહ્યું કે, ભારતમાં આજે એક અબજથી વધારે મોબાઈલ ફોનના ઉપયોગકર્તા છે અને ભારત આ ક્ષેત્રે દુનિયાનું મોટું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. ભારતમાં મોબાઈલ દર સૌથી ઓછા છે. આપણો દેશ ઝડપથી વધતું એપ બજાર બની રહ્યું છે. ભારત મોબાઈલ વિનિર્માણ ક્ષેત્રના રૂપમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું, દેશના તમામ ગામને ત્રણ વર્ષમાં ઉચ્ચ ગતિની ફાઈબર ઓપ્ટિક ડેટા કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. ટેલીકમ્યુનિકેશન ક્ષેત્ર એ દુનિયાને દેખાડી દીધું છે કે જીવનને વધુ સરળ બનાવવા માટે ટેક્નીકનો સારો ઉપયોગ કરાઈ શકાય છે. ડિજિટલ ટેક્નીકના વધતા ઉપયોગથી જીવનથી જોડાયેલા વિભિન્ન કાર્યોમાં પારદર્શકતા વધતી જાય છે.
8થી 10 ડિસેમ્બર આઈએમસી 2020નું આયોજન
વડાપ્રધાને વધુમાં કહ્યું, આપણા યુવાનો દ્વારા કરવામાં આવતા કેટલાક ઉત્પાદનો વૈશ્વિક સ્તર પર જવાની ક્ષમતા રાખે છે. નવા ઓએસપી દિશાનિર્દેશ ભારતીય આઈટી સેવા ઉદ્યોગને નવી ઊંચાઈ હાંસલ કરવામાં મદદ કરશે. મહામારીના લાંબા સમય સુધી રહ્યા પછી પણ આ ક્ષેત્રના વિકાસને આગળ વધારશે. તમારા ઈનોવેશન અને પ્રયાસોના કારણે મહામારીની વચ્ચે પણ દુનિયા ચાલી રહી છે. આ તમારા જ પ્રયાસોનું કારણ છે કે, એક દીકરો એક અલગ શહેરમાં પોતાની માતા સાથે જોડાયેલો હતો, એક વિદ્યાર્થીએ ક્લાસમાં આવેલા શિક્ષક વગર આ શીખ્યું હતું. ભારત સરકારના ટેલીકમ્યુનિકેશન વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આઈએમસી 2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 8થી 10 ડિસેમ્બર સુધી યોજાશે. આ વર્ષે આઈએમસી 2020ની થીમ સમાવેશી નવાચાર, સ્માર્ટ, સુરક્ષિત, પોષણક્ષમ છે.