ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લગ્નનો રૂપિયો લોકહિતમાં વાપર્યો, યુવાને પોતાના ગામમાં રસ્તો બનાવ્યો - ચંદ્રશેખરન તમિલનાડું આઈટી

જહાં ચાહ વહા રાંહ લાઈનને સાચી પાડતો એક કિસ્સો તમિલનાડુંમાંથી સામે આવ્યો છે. ચેન્નાઈમાં એક ખાનગી ટેક્નોલોજી ફર્મમાં કામ કરતા ચંદ્રશેખરન, તેમણે તેમના લગ્ન માટે બચાવેલા 9.5 લાખ રૂપિયા વડે તેમના વતન ગામમાં જર્જરિત રસ્તાનું નવીનીકરણ કર્યું. આ ઉમદા કાર્યને કારણે એમના ગામમાં એની વાહ વાહ થઈ રહી છે. એટલું નહીં ગામના દરેક આગેવાનો એમના વખાણ કરી રહ્યા છે. IT employee Makes Road, IT employee Marriage Fund in Road, IT employee Tamilnadu

લગ્નનો રૂપિયો લોકહિતમાં વાપર્યો, યુવાને પોતાના ગામમાં રસ્તો બનાવ્યો
લગ્નનો રૂપિયો લોકહિતમાં વાપર્યો, યુવાને પોતાના ગામમાં રસ્તો બનાવ્યો

By

Published : Aug 26, 2022, 7:49 PM IST

વિલ્લુપુરમ:તમિલનાડુંના ચંદ્રશેખરન (ઉ.વ.31) વનુરની બાજુમાં આવેલા નલ્લાવુર ગામનો ગ્રજ્યુએટ (IT employee Tamilnadu) છોકરો છે. તે ચેન્નાઈમાં આઈટી ક્ષેત્ર (IT employee Makes Road) સાથે જોડાયેલો છે. ચંદ્રશેખરને તેમના લગ્ન માટે (IT employee Marriage Fund in Road) બચાવેલા રૂપિયા 9.50 લાખથી ઇશ્વરન કોઇલ સ્ટ્રીટ પર તેમના ગામમાં ગુણવત્તાયુક્ત સિમેન્ટ (Cement Road in Tamiladu) રોડ બનાવ્યો હતો. ચંદ્રશેખરને કહ્યું, હું ચેન્નાઈની એક ખાનગી ટેક્નોલોજી કંપનીમાં સિનિયર ટેકનિશિયન તરીકે કામ કરું છું.

આ પણ વાંચો: ડુપ્લીકેટ ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ, ત્રણ લોકો ઝડપાયા

આવી સ્થિતિ હતી: મારા ગામમાં ઇશ્વરણ કોઇલ સ્ટ્રીટ રોડનું 20 વર્ષ પહેલા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ રસ્તો ખરાબ હતો. તેના પર ચાલવું ખૂબ મુશ્કેલ હતું. વરસાદની ઋતુમાં રોડનું સમારકામ કરવા સરકારને વારંવાર વિનંતી કરવા છતાં, નાણાંની અછતને કારણે રોડનું સમારકામ કરવામાં અનિચ્છા દર્શાવી હતી. કેટલાક મિત્રોએ મને સલાહ આપી કે અમે નમક્કુ નામ યોજના હેઠળ આ રોડનું સમારકામ કરી શકીએ છીએ. ત્યારબાદ મેં વન્નુર જિલ્લાવિકાસ કાર્યાલયનો સંપર્ક કર્યો. તેઓએ મને 50 ટકા રકમ ચૂકવવાનું કહ્યું. આ રકમ, જ્યારે GST સહિત ખર્ચ સાથે ગણવામાં આવે છે. ત્યારે કુલ પ્રોજેક્ટ અંદાજના 60 ટકા સુધી પહોંચી ગઈ છે.

લગ્નનો રૂપિયો લોકહિતમાં વાપર્યો, યુવાને પોતાના ગામમાં રસ્તો બનાવ્યો

લગ્નના પૈસા લોકહિતમાં:આ કિસ્સામાં મેં મારા લગ્ન માટે બચાવેલા 9.5 લાખ રૂપિયા રોડ બનાવવા માટે આપવાનું નક્કી કર્યું. મેં મારા માતા-પિતાને તેના વિશે જણાવ્યું. જો કે તેમને રોડ બનાવવામાં પણ રસ હતો. પરંતુ તે સ્થાનિક રાજકારણીઓથી થોડો ડરતો હતો. મેં તેમને પ્રોત્સાહિત કર્યા અને રોડ બનાવવાની તૈયારી કરી. આ સંદર્ભે મેં વિલ્લુપુરમ જિલ્લા કલેક્ટર કચેરીમાં કામ કરતા મારા મિત્ર ઉજુમલાઈનો સંપર્ક કર્યો. માહિતી એકત્રિત કરી. તેમણે કહ્યું કે અમે તમિલનાડુ સરકારની નમક્કુ નામ યોજના હેઠળ 100 ટકા યોગદાન સાથે આ પ્રોજેક્ટ શરૂ કરી શકીએ છીએ અને તેના માટે વહીવટી મંજૂરી મેળવવામાં મદદ કરી છે.

આ પણ વાંચો: છત્તીસગઢમાં 40 થી 50 લોકોએ ઘરમાં ઘુસીને યુવકની કરી હત્યા

કામ પૂર્ણ: 290 મીટરના સિમેન્ટ રોડનું બાંધકામ ગત માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. એક મહિનામાં પૂર્ણ થયું હતું. વનુર ગ્રામીણ વિકાસ અધિકારીઓ દ્વારા માર્ગ નિર્માણ કાર્યનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવતું હતું. આ રોડ બનાવવા માટે જિલ્લા તંત્રને 10.50 લાખ રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી આપી છે. આ પરવાનગી મેળવવામાં મને મદદ કરવા બદલ હું વિલ્લુપુરમ જિલ્લા કલેક્ટર કચેરીમાં કામ કરતા સોમસુંદરમ અને સેલ્વગણપતિનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.'

ABOUT THE AUTHOR

...view details