નવી દિલ્હી:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ (ISRO) આ વર્ષે તેનો પહેલો ઉપગ્રહ PSLV-C52 લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી PSLV યાનથી (PSLV-C52) લોન્ચ કરવામાં આવ્યો હતો. EOS-04 ઉપગ્રહ, જેનું વજન 1710 કિલો છે. તેને PSLV-C52 દ્વારા પૃથ્વીથી 529 કિમીની ઊંચાઈએ સૂર્યની ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
આ પણ વાંચો:Invisible Black Hole:અન્ય એક 'અદ્રશ્ય' બ્લેક હોલની શોધ, ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરવા આતુર
સેટેલાઇટને મળશે આ ફાયદો
ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, EOS-04 સેટેલાઇટ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે, જેનો ઉપયોગ કોઈપણ સિઝનમાં પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લેવા માટે કરવામાં આવશે. આના દ્વારા તે કૃષિ, વનસંવર્ધન, વૃક્ષારોપણ, જમીનની ભેજ, પાણીની ઉપલબ્ધતા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોનો નકશો તૈયાર કરવામાં મદદ કરશે.