શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ): ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) સોમવારે પ્રથમ એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ (એક્સપોસેટ) લોન્ચ કરીને નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે જે બ્લેક હોલ જેવી ખગોળીય રચનાઓના રહસ્યો જાહેર (ISRO satellite launch ) કરશે.
ઓક્ટોબરમાં ગગનયાન પરીક્ષણ વાહન 'ડી1 મિશન'ની સફળતા બાદ આ પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યું છે. આ મિશનનું આયુષ્ય લગભગ પાંચ વર્ષનું હશે. ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)-C58 રોકેટ, તેના 60મા મિશન પર, કી પેલોડ 'EXPOSAT' અને અન્ય 10 ઉપગ્રહો વહન કરશે જે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
ચેન્નાઈથી લગભગ 135 કિમી પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરમાંથી નવા વર્ષના પ્રથમ દિવસે સવારે 9.10 વાગ્યે પ્રક્ષેપણ માટે 25 કલાકનું કાઉન્ટડાઉન રવિવારે શરૂ થયું હતું.
ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે, 'પીએસએલવી-સી58નું કાઉન્ટડાઉન આજે સવારે 8.10 વાગ્યે શરૂ થયું હતું.' 'એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ' (એક્સપોસેટ) એક્સ-રે સ્ત્રોતના રહસ્યોને ઉઘાડવા અને 'બ્લેક હોલ્સ'ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે.
ISRO અનુસાર, અવકાશ-આધારિત ધ્રુવીકરણ માપનમાં ખગોળશાસ્ત્રીય સ્ત્રોતોમાંથી એક્સ-રે ઉત્સર્જનનો અભ્યાસ કરવા માટે તે અવકાશ એજન્સીનો પ્રથમ સમર્પિત વૈજ્ઞાનિક ઉપગ્રહ છે.
ભારતીય અવકાશ એજન્સી ISRO ઉપરાંત, યુએસ સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021 માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણોના પ્રવાહો અને અન્ય ખગોળીય ઘટનાઓ પર સમાન અભ્યાસ હાથ ધર્યો હતો.
ISROએ જણાવ્યું હતું કે એક્સ-રે ધ્રુવીકરણનો અવકાશ આધારિત અભ્યાસ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ બની રહ્યો છે અને EXPOSACT મિશન આ સંદર્ભમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
- Year Ender 2023: રશિયાના લૂના 25 અંતરિક્ષ યાનના એક્સિડન્ટ બાદ કેવું રહેશે તેના ચંદ્ર મિશનનું ભવિષ્ય?
- Gandhinagar: ઈસરોના ચેરમેન ડૉ. એસ સોમનાથને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી