ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Indian Solar Mission: ISROના સૌર મિશનનું કાઉન્ટડાઉન શરૂ, શનિવારે થશે સોલાર મિશન આદિત્ય L1 લોન્ચ - ISRO solar mission aditya l1 Countdown

ISROના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે તારીખ 2 સપ્ટેમ્બરે સોલાર મિશન આદિત્ય L1 લોન્ચ કરવાની તૈયારી થઈ રહી છે. આદિત્ય-L1 PSLV C57 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. સોલાર મિશન માટે શુક્રવારથી એટલે કે આજથી કાઉન્ટડાઉન શરૂ થશે. ISRO સૌર મિશન આદિત્ય l1 કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

Indian Solar Mission: ISROના સૌર મિશનનું કાઉન્ટડાઉન શરૂ, કાલે થશે સોલાર મિશન આદિત્ય L1 લોન્ચ
Indian Solar Mission: ISROના સૌર મિશનનું કાઉન્ટડાઉન શરૂ, કાલે થશે સોલાર મિશન આદિત્ય L1 લોન્ચ

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 11:34 AM IST

ચેન્નઈ: ચંદ્રયાન-3ને સફળતા મળ્યા બાદ હવે ISRO સોલાર મિશન લોન્ચ કરવાનું છે. તારીખ 2 સપ્ટેમ્બરે સોલાર મિશન આદિત્ય L1 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ISROના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે અવકાશ એજન્સી દેશના મહત્વાકાંક્ષી સૌર મિશન 'આદિત્ય-એલ1'ના તારીખ 2 સપ્ટેમ્બરના પ્રક્ષેપણ માટે તૈયારી કરી રહી છે. આવતીકાલે તેના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થશે. ઈસરોએ બુધવારે કહ્યું કે રોકેટનું લોન્ચિંગ રિહર્સલ અને આંતરિક પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. ISROના એક અધિકારીએ કહ્યું, "આદિત્ય-L1 એ રાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી સાથેનો સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે.

ઈસરોના અધ્યક્ષે આપી માહિતી: ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે પ્રક્ષેપણની તૈયારી કરી રહ્યા છીએ. રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે. અમે લોન્ચ માટે રિહર્સલ પૂર્ણ કર્યું છે. આવતીકાલથી તેના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થશે. આદિત્ય L1 મિશનનો ઉદ્દેશ્ય 'L1'ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે. તેમાં સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને બાહ્યતમ સ્તર - વિવિધ વેવ બેન્ડમાં વાતાવરણનું અવલોકન કરવા માટે સાત સાધનો હશે.

2 સપ્ટેમ્બરે સવારે લોન્ચ: આ મિશન શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી તારીખ 2 સપ્ટેમ્બરે સવારે 11.50 કલાકે લોન્ચ થવાનું છે. આદિત્ય L1 અવકાશયાન સૂર્યની ભ્રમણકક્ષાના દૂરસ્થ અવલોકન માટે અને L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો અભ્યાસ કરવા માટે રચાયેલ છે, જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર છે. સૂર્યનો અભ્યાસ કરવા માટેનું આ ભારતનું પ્રથમ સમર્પિત મિશન છે, જે ISRO એવા સમયે હાથ ધરવા જઈ રહ્યું છે. જ્યારે તેણે તાજેતરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળ 'સોફ્ટ લેન્ડિંગ' કરીને ઈતિહાસ ગર્વ કર્યો છે.

  1. ISRO Shares Video Of Moon : વિક્રમ લેન્ડરના ઉતરાણ પહેલાનો ઈસરોએ જાહેર કર્યો વીડિયો, કંઇક આવો દેખાય છે ચંદ્ર
  2. Fake ISRO Scientist Mitul Trivedi : સુરતનો નકલી ઈસરો સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદી નટવરલાલ નીકળ્યો

ABOUT THE AUTHOR

...view details