ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 8:29 PM IST

Updated : Sep 4, 2023, 2:49 PM IST

ETV Bharat / bharat

Aditya L1 Mission News: ઈસરોએ સોલાર મિશન માટે સંપૂર્ણપણે તૈયાર, એસ.સોમનાથે મંદિરમાં જઈ ભગવાનના આશીર્વાદ મેળવ્યા

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થયા બાદ હવે ભારતની તૈયારી સૂર્ય તરફ છે. ઈસરો ચીફ એસ. સોમનાથે કહ્યું કે, આદિત્ય એલ 1 મિશન શનિવાર સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે. Aditya L1 મિશન વિશે વાંચો વિગતવાર...

સોલાર મિશનનું કાઉન્ટડાઉન શરૂ
સોલાર મિશનનું કાઉન્ટડાઉન શરૂ

નવી દિલ્હીઃ ભારતનું પહેલું સોલાર મિશન એટલે Aditya L1. આ સોલાર મિશનના કાઉન્ટ ડાઉનની શરૂઆત શુક્રવારે થઈ ચૂકી છે.શ્રી હરિકોટાથી આદિત્ય એલ 1 મિશન શનિવાર સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે.ઈસરોએ એક્સ હેન્ડલ પર માહિતી આપી કે PSLV-C 57 / Aditya L1 મિશન 2 સપ્ટેમ્બર 2023ના રોજ ભારતીય સમયાનુસાર 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે. આજે બપોરે 12.10 કલાકથી 23 કલાક 40 મિનિટનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. આ સમગ્ર મિશનને યોગ્ય સ્થળે પહોંચવા સુધીમાં કુલ 125 દિવસ લાગશે.

PSLV-C 57માં 7 પેલોડ હશેઃ આદિત્ય એલ1 ભારતનું પહેલું સોલાર મિશનનું અવકાશયાન છે જેને PSLV-C 57 દ્વાર શ્રી હરિકોટા લોન્ચ પેડથી લોન્ચ કરવામાં આવશે. સૂર્યના વિશિષ્ટ અભ્યાસ માટે સાત અલગ અલગ પેલોડ લઈ જશે. જેમાંથી ચાર સૂર્યના પ્રકાશનું સીધુ નિરીક્ષણ કરશે અને બાકી ત્રણ પ્લાઝમા અને મેગ્નેટિક ફિલ્ડનું નિરીક્ષણ કરશે.

જીવંત પ્રસારણ

  • ઈસરો વેબસાઈટ https://isro.gov.in
  • ફેસબૂકઃ https://facebook.com/ISRO
  • યુટ્યૂબઃ https://youtube.com/watch?=_IcgGYZTXQw
  • ડીડી નેશનલ ટીવી ચેનલ

મંદિરમાં પહોંચ્યા ઈસરો ચીફઃ ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે આદિત્ય એલ 1 સૌર મિશનના પ્રક્ષેપણના એક દિવસ અગાઉ શુક્રવારે આંધ્ર પ્રદેશના સુલ્લુરપેટામાં શ્રી ચેંગલમ્મા પરમશ્વરી મંદિરમાં પૂજા કરી હતી. મંદિરના અધિકારી જણાવે છે કે સોમનાથે સવારે સાડા સાત કલાકે મંદિરની મુલાકાત લીધી અને ભગવાનની પૂજા કરી હતી.

સૂર્ય ભૂંકપોનું અવલોકન આવશ્યકઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર ડૉ. આર રમેશ જણાવે છે કે જે રીતે પૃથ્વી પર ભૂકંપ આવે છે તે રીતે સૂર્યની સપાટી પર પણ ભૂકંપ આવે છે. આ ભૂકંપને કોરોનલ માસ ઈન્જેક્શન કહેવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયામાં લાખો કરોડો ટન સૌર સામગ્રી અવકાશમાં ઠલવાય છે. આ સૌર સામગ્રી 3,000 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરતી જોવા મળે છે.

હરિયાણાની કંપનીનું મહત્વનું યોગદાનઃ હરિયાણાના રોહતકમાં આવેલી કંપનીએ ચંદ્રયાન 3માં નટબોલ્ટ સપ્લાય કર્યા હતા. આ જ કંપની દ્વારા આદિત્ય એલ 1ના યાનમાં બોલ્ટ લગાડવામાં આવ્યા છે. સોલાર મિશનમાં કુલ 2 લાખ જેટલા નટ બોલ્ટ કંપનીએ પૂરા પાડ્યા છે. રોહતકની એલપીસ બોસાર્ડ કંપનીએ ચંદ્રયાન-3માં અંદાજિત દોઢ લાખ બોલ્ટ્સ લગાડ્યા હતા.

Last Updated : Sep 4, 2023, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details