- ઈન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઈઝેશન (ISRO) માટે આવતીકાલ (ગુરૂવાર)નો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેશે
- ISROના GSLV-F10 EOS-03 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે
- આ ખૂબ જ અદ્યતન ઉપગ્રહને ગુરૂવારે સવારે 5.43 વાગ્યે લોન્ચ કરવામાં આવશે
બેંગલુરૂઃ ઈન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઈઝેશન (ISRO) શ્રીહરિકોટામાં આવેલા સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી GSLV-F10 માટે ધરતી પર દેખરેખ રાખવાના ઉપગ્રહ EOS-03 લોન્ચ થવા માટે તૈયાર છે. EOS-03ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન પણ બુધવારે સવારે 3.43 વાગ્યે શરૂ થઈ ગયું છે. એટલે કે આવતીકાલનો ગુરૂવારનો દિવસ ISRO માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે.
આ પણ વાંચો-દેશના પહેલા સૌર મિશનમાં ઉત્તરાખંડનું સેન્ટર કરશે ISROની મદદ
વાતાવરણ પ્રમાણે લોન્ચિંગ કરાશે
ISRO આ અંગે કહ્યું હતું કે, EOS-03 ઉપગ્રહનું લોન્ચિંગ 12 ઓગસ્ટે (ગુરૂવારે) સવારે 5.43 વાગ્યે કરવામાં આવશે. જોકે, આ વાતાવરણ સંબંધિત સ્થિતિ પર નિર્ભર કરશે. EOS-03 અત્યંત અદ્યતન ઉપગ્રહ છે, જેને GSLV-F10 યાનની મદદ ધરતીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. EOS-03 ઉપગ્રહને GSLV-F10 દ્વારા જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ આ પોતાના ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમ (Onboard propulsion system)નો ઉપયોગ કરીને અંતિમ ભૂસ્થિર કક્ષામાં પહોંચી જશે.
આ પણ વાંચો-ભારત અંતરિક્ષમાં બીજી છલાંગ લગાવવા માટે તૈયાર: EOS-03 નું કરશે લોન્ચિંગ
આ ઉપગ્રહ દેશનો પહેલો પૃથ્વીની દેખરેખ રાખનારો ઉપગ્રહ હશે
આ દેશનો પહેલો પૃથ્વીની દેખરેખ રાખનારો ઉપગ્રહ છે. ISROના જણાવ્યા મુજબ, EOS-03 ઉપગ્રહ એક નિયમિત સમયગાળા પર સંબંધિત ક્ષેત્રોની રિયલ-ટાઈમ ઈમેજિંગ આપશે. આનો ઉપયોગ પ્રાકૃતિક આપત્તિઓ, પ્રાસંગિક ઘટનાઓ અને કોઈ પણ કાલ્પનિક ઘટનાઓની દેખરેખ માટે કરવામાં આવી શકે છે. EOS-03 ઉપગ્રહ કૃષિ, વનીકરણ, ખનીજ વિજ્ઞાન, આપત્તિઓની ચેતવણી અને સમુદ્ર વિજ્ઞાનને સંબંધિત જાણકારી મેળવશે. GSLV ઉડાન ઉપગ્રહને ચાર મીટર વ્યાસ-ઓગિવ આકારને પેલોડ ફેયરિંગમાં લઈ જવાશે, જેને રોકેટ પર પહેલી વખત ઉડાવવામાં આવી રહ્યું છે. આ GSLVની ચૌદમી ઉડાન છે.