- તાજેતરમાં જ એક મીડિયા રિપોર્ટે (Media Reports) ચોંકાવનારો દાવો કર્યો
- ભારતના હજારો મોબાઈલ નંબર હેક (Mobile Hack) કરી જાસૂસી કર્યાનો દાવો
- ઈઝરાયેલી સોફ્ટવેર પીગાસસે (Israeli software Pegasus) પ્રધાનો-પત્રકારો અને અન્ય લોકોના ફોન હેક કરી જાસૂસી કર્યાનો દાવો
નવી દિલ્હીઃ એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠને (international media organization) ખુલાસો કર્યો છે કે, માત્ર સરકારી એજન્સીઓને જ વેચનારી ઈઝરાયલના જાસૂસી સોફ્ટવેર પિગાસસ (Israeli spy software Pegasus)ના માધ્યમથી ભારતના 2 કેન્દ્રિય પ્રધાનો, 40થી વધુ પત્રકારો, વિપક્ષના ત્રણ નેતાઓ અને એક જસ્ટિસ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને અધિકાર કાર્યકર્તાઓના 300થી વધુ મોબાઈલ નંબર હેક (Mobile Number Hack) કરવામાં આવ્યા હોઈ શકે છે. આ રિપોર્ટ રવિવારે સામે આવ્યો છે. જોકે, સરકારે પોતાના સ્તર પર વિશેષ લોકોની દેખરેખ સંબંધી આરોપોને નકારી કાઢ્યા છે. સરકારે કહ્યું હતું કે, આની સાથે જોડાયેલા કોઈ પણ ઠોસ આધાર કે સચ્ચાઈ નથી.
આ પણ વાંચો-નંબી નારાયણન કેસમાં કેન્દ્ર સક્રિય, સીબીઆઈને સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ સૂચનાઓ મળી
વિશ્વભરમાંથી 50 હજારથી વધુ ફોન નંબર લીક થયા
રિપોર્ટને ભારતના ન્યૂઝ પોર્ટલ 'ધ વાયર'ની સાથે સાથે વોશિંગ્ટન પોસ્ટ, ધ ગાર્ડિયન અને લે મોન્ડે સહિત 16 અન્ય આંતરરાષ્ટ્રીય પ્રકાશનો (International publications) દ્વારા પેરિસના મીડિયા ગેરલાભદાયી સંગઠન ફોરબિડન સ્ટોરીઝ (Forbidden Stories, a Paris-based non-profit organization) અને રાઈટ્સ ગૃપ એમનેસ્ટી ઈન્ટરનેશનલ (Rights group Amnesty International) દ્વારા કરવામાં આવેલી તપાસ માટે મીડિયા પાર્ટનર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ તપાસ વિશ્વભરથી 50,000થી વધુ ફોન નંબરના લીક થયેલી યાદી પર આધારિત છે અને માનવામાં આવે છે કે, ઈઝરાયેલી દેખરેખ કંપની NSO ગૃપના પિગાસસ સોફ્ટવેર (Pegasus software)ના માધ્યમથી કદાચ આ હેકિંગ કરવામાં આવી છે.