- વડાપ્રધાન મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન બેનેટ સાથે કરી મુલાકાત
- ઉચ્ચ તકનીકી અને નવીનતાના ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા થઈ
- ઈઝરાયેલમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ છો : વડાપ્રધાન બેનેટ
હૈદરાબાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Visit Israel ) ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ (PM Naftali Bennett) સાથે ગ્લાસગોમાં COP26 ક્લાઇમેટ સમિટ દરમિયાન બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન ઉચ્ચ તકનીકી અને નવીનતાના ક્ષેત્રોમાં સહકાર વધારવા પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ બેનેટ કરી મુલાકાત
આ પહેલા વડાપ્રધાન મોદીએ બેનેટ સાથેની તેમની મુલાકાતને યાદ કરતા કહ્યું કે, ભારતના લોકો ઈઝરાયેલ સાથેની મિત્રતાને ખૂબ મહત્વ આપે છે. વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે અહીં પહોંચેલા વડાપ્રધાન મોદીએ સોમવારે બેનેટ સાથે સાદગીપૂર્ણ બેઠકમાં વાતચીત કરી હતી.
આવો અને મારી પાર્ટીમાં જોડાઓ: બેનેટ
ઈઝરાયેલ પબ્લિક બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનમાં કામ કરતા અમીચાઈ સ્ટેઈન દ્વારા એક વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં બન્ને નેતાઓ ગરમાગરમ ચર્ચા દરમિયાન એકબીજાને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. વીડિયોમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેનેટએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા અને કહ્યું કે તમે ઈઝરાયેલમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ છો. આવો અને મારી પાર્ટીમાં જોડાઓ. આ સાંભળીને વડ્પ્રધાન મોદી હસવા લાગ્યા હતા.
અગાઉ મંગળવારે મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "નિશ્ચિતપણે, અમે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને પૃથ્વીને વધુ સારી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું." મોદીએ કહ્યું કે, "ભારતના લોકો ઇઝરાયેલ સાથે મિત્રતાને ખૂબ મહત્વ આપે છે."
ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે જૂનમાં વડાપ્રધાન બનેલા બેનેટ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.