નવી દિલ્હીઃ ઈઝરાયલે પેલેસ્ટિયન આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ મોટા પાયે વળતો હુમલો કરી દીધો છે. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના 1,000થી વધુ સ્થળો પર બોમ્બ બાર્ડિંગ કર્યુ છે.
હુમલાના વીડિયો વાયરલઃ ઈઝરાયલ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા હવાઈ હુમલાના વીડિયોમાં ઈઝરાયલના વિમાનો હમાસના આતંકવાદી સ્થળો પર બોમ્બ અને રોકેટ છોડતા નજર આવી રહ્યા છે. ઈઝરાયલ વાયુ સેના દ્વારા એક સ્થળે બહુમાળી ઈમારત પર બોમ્બ છોડતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઈમારતમાં ડઝનની સંખ્યામાં હમાસ આતંકવાદી હાજર હતા.
બહુમાળી ઈમારત પર હુમલોઃ ઈઝરાયલ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેટલાક સમય પહેલા વાયુસેનાએ હમાસ આંતકવાદી સંગઠનો પર હુમલો કર્યો હતો. ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદી સંગઠનના આતંકવાદીઓ બહુમાળી ઈમારતમાં છુપાયેલા હતા.
બેન્કને નિશાન બનાવાઈઃ હમાસના આતંકવાદી સ્થળો પર હવાઈ હુમલો કરવામાં ઈઝરાયલની હવાઈ હથિયાર પ્રોડક્શન યુનિટ પણ સામેલ હતી. ઈઝરાયલ સેનાએ હમાસના આતંકવાદીઓની ઓફિસ, હથિયારોના ગોડાઉન પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઈસ્લામિક નેશનલ બેન્ક, અન્ય બે બેન્ક પર બોમ્બ બાર્ડિંગ કર્યુ હતું. આ બેન્ક દ્વારા હમાસના આતંકવાદીઓમાં ફંડિગ કરવામાં આવતું હતું.
ઈઝરાયલ વડાપ્રધાનનો હુંકારઃ ઈઝરાયલ વિદેશ મંત્રાલય વધુમાં જણાવે છે કે, હમાસના ગોપનીય કાર્યાલય અને આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સૈન્ય પરિસર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કર્યા બાદ હમાસના સેકડો આતંકવાદીઓ અને હજારો સ્થળો પર બોમ્બ બાર્ડિંગ કર્યુ છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસે કરેલા આશ્ચર્યજનક હુમલાનો બદલો લેવાની સોગંધ ખાધી છે.
- Israel-Palestine War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ, ભારત આવતી ફલાઈટ્સ રદ્દ, 350થી વધુના મોત
- Israel Palestine War: પદ્મશ્રી સુદર્શન પટનાયકે શાંતિ અપીલ દર્શાવતું રેત શિલ્પ તૈયાર કર્યુ