તેલ અવીવઃ પેલેસ્ટાઈનના હમાસ સંગઠને આજે ઈઝરાયલના 3 શહેરો પર હવાઈ હુમલો કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈઝરાયલના શહેરો પર 5000 રોકેટોનો હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયલે પેલેસ્ટાઈનને વળતો જવાબ આપ્યો છે. ઈઝરાયલની સેનાએ પણ રોકેટમારો કર્યો છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમજ 3 લોકો ઘાયલ થયા છે.
વહેલી સવારે હુમલોઃ આજ સવારે પેલેસ્ટાઈન ઓક્યુપાઈડ ગાઝા પટ્ટીમાંથી હમાસ હુમલાખોરો દ્વારા દક્ષિણ અને મધ્ય ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં 5 નાગરિકો ઘાયલ થયા હતા. આ હવાઈ હુમલા બાદ ઈઝરાયલમાં સાયરનના ભૂત ધુણવા લાગ્યા હતા. ગાઝા પટ્ટીથી 70 કિમી દૂર તેલ અવીવ અને દક્ષિણ સ્થિત એસ.ડી. બોકર, અરાદ અને ડિમોનામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ શહેરોના વિસ્તારો રાજનૈતિક રીતે ઈઝરાયલ માટે અત્યંત મહત્વના ગણાય છે. તેથી જ તેમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.
રાહતકાર્ય પૂરજોશમાંઃ ઈઝરાયલ મીડિયા અનુસાર આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ ભારે વિસ્ફોટકોનો ધડાકો સાંભળ્યો હતો. આ વિસ્ફોટ બાદ પોલીસ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મેડિકલ ટીમ દ્વારા ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. ઈઝરાયલની મેડિકલ ટીમને સ્થાનિકો અને એનજીઓ મદદ કરી રહ્યા છે. અનેક સેવાભાવી સંસ્થાઓ પણ આ રાહતકાર્યમાં જોડાઈ છે. જેમાં ઈઝરાયલની મૈગન ડેવિડ એડોમ(MDA) સંસ્થા પણ સામેલ છે.
MDA સંસ્થાની કામગીરીઃ MDA સંસ્થા જણાવે છે કે ગેડરોટ ક્ષેત્રમાં કેફર અવીવમાં થયેલ ગોળીબારમાં એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. MDAની મેડિકલ ટીમ દ્વારા એક ફસાયેલા નાગરિકની સારવાર પણ કરવામાં આવી છે. MDA સંસ્થા ઉમેરે છે કે યાવનેમાં એક 20 વર્ષીય યુવકના શરીરમાં રોકેટના છરા ઘુસી ગયા હતા. જેની સત્વરે સારવાર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થયા છે.જો કે આ વીડિયો ગાઝા પટ્ટીના હોય તેવી પુષ્ટિ થઈ નથી.
- બિડેનની સલાહ પછી પણ ઇઝરાયલ પોતાની વાત પર અડગ
- ઇઝરાયેલનો હવાઈ હુમલોઃ ગાઝામાં આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસની કચેરીઓ ધરાશાયી