લંડનઃયુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનક ગુરુવારે ઈઝરાયેલની મુલાકાત લેશે. જ્યાં તે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના નેતાઓ સાથે વાત કરશે. સુનકની કાર્યલયથી જાણવા મળ્યું કે, ઈઝરાયેલ સાથે એકતા દર્શાવવા ઈઝરાયેલ જઈ રહ્યા છે. તેમના કાર્યાલય અનુસાર, સુનક ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ ઈઝરાયેલ પર ઑક્ટોબર 7ના હુમલા બાદ ઈઝરાયેલ અને ગાઝામાં થયેલા જાનમાલના નુકસાન બદલ શોક વ્યક્ત કરશે.
સુનકે ગાઝા હોસ્પિટલને લઇને નિંદા કરી : રોયટર્સ અનુસાર, સુનકે તેમની મુલાકાત પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે દરેક નાગરિકનું મૃત્યુ એક દુર્ઘટના છે. તેમણે કહ્યું કે હમાસના ભયાનક આતંકવાદી કૃત્ય બાદ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. વધુમાં, રોઇટર્સના અહેવાલ મુજબ, સુનક શક્ય તેટલી વહેલી તકે ગાઝામાં માનવતાવાદી સહાયની મંજૂરી આપવા અને ગાઝામાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોની પ્રસ્થાનને શક્ય બનાવવા માટે માર્ગ ખોલવા માટે હાકલ કરશે. અગાઉ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં, સુનકે ગાઝાની હોસ્પિટલ પરના હુમલાની નિંદા કરી હતી, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.