- ઈસ્લામાબાદ હાઈકોર્ટે કુલભૂષણ જાધવ કેસની સુનાવણી 5 ઓક્ટોબર સુધી ટાળી
- કુલભૂષણ જાધવ માટે એક વકીલ નિયુક્ત કરવાની સરકારની અરજી પણ થઈ સુનાવણી
- હાઈકોર્ટને બેન્ચે ભારતને 15 જૂન સુધી જાધવ માટે વકીલ નિયુક્ત કરવા જણાવ્યું હતું
ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નેવીના નિવૃત્ત કર્મચારી કુલભૂષણ જાધવની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી થઈ હતી. પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટેના દેશ એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાનના અનુરોધ પર મોતની સજા પામી ચૂકેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ માટે એક વકીલ નિયુક્ત કરવાની સરકારની અરજી પર સુનાવણી 5 ઓક્ટોબર સુધી સ્થગિત કરી છે. એક રિપોર્ટ અનુસાર, કોર્ટે ભારતીય ઉચ્ચાયોગના વકીલની સુનાવણીની આગામી તારીખ પર કોર્ટ સમક્ષ રજૂ કરવાની નોટિસ જાહેર કરી છે. 7 મેએ મામલાની છેલ્લી સુનાવણીમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની ઉચ્ચ બેન્ચે ભારતને 15 જૂન સુધી જાધવ માટે વકીલ નિયુક્ત કરવાનો વધુ એક મોકો આપ્યો હતો.
આ પણ વાંચો-જાધવ કેસમાં સરકારે ભારતની પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરે સરકાર: ઇસ્લામાબાદ હાઈકોર્ટ
પાકિસ્તાની સંસદના નીચલા સદને ગયા ગુરૂવારે આઈસીજે બિલ 2020ને મંજૂરી આપી