- મલિક ઉમૈર ઉર્ફે અબ્દુલ્લાને ઝજ્જર કોટલીથી પકડવામાં આવ્યો
- પોલીસે આતંકી હુમલાના કાવતરાને બનાવ્યું નિષ્ફળ
- પોલીસ સમગ્ર મામલે કરી રહી છે તપાસ
જમ્મુ: જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર (ISJK) ના કમાન્ડરની જમ્મુથી ધરપકડ કરી છે. જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક મુકેશ સિંહે રવિવારે આ માહિતી આપી હતી.
મલિક ઉમૈર ઉર્ફે અબ્દુલ્લાને ઝજ્જર કોટલીથી પકડવામાં આવ્યો
સિંહે જણાવ્યું કે, મલિક ઉમૈર ઉર્ફે અબ્દુલ્લાને જમ્મુ પોલીસના વિશેષ અભિયાન દળના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઝજ્જર કોટલીથી પકડવામાં આવ્યો હતો. તે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના યારીપોરા ગામનો રહેવાસી છે.
આ પણ વાંચો: પુલવામા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ
આતંકી પાસેથી કારતૂસ અને રોકડ મળી આવ્યા
તેમણે જણાવ્યું હતું કે, નક્કર માહિતીના આધારે સાંજે સાત વાગ્યાની આસપાસ તેની ધરપકડ કરવામાં આવી હતી, તેની પાસેથી આઠ કારતૂસ અને રૂપિયા 1.13 લાખ મળી આવ્યા હતા. તેની ધરપકડ કરીને સંગઠન દ્વારા આતંકવાદી હુમલો કરવાના તેમના કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યું છે.
પોલીસ સમગ્ર મામલે કરી રહી છે તપાસ
પોલીસ અધિકારી અનુસાર, એક આતંકવાદી કમાન્ડરના આવવાની સૂચના મળવા પર પોલીસે ઝજ્જર કોટલીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો બાદમાં પોલીસે તેને પકડી લીધો હતો. તેની બેગમાંથી એક પિસ્તોલ અને રોકડ રકમ મળી આવી હતી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:ઈસ્લામિક સ્ટેટના શંકાસ્પદ આતંકવાદી આસિફ અલીએ કોરોનાના ઈલાજની કરી માગ
આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, ISના 5 આતંકવાદીઓની ધરપકડ
આ પહેલા પણ 12 ફેબ્રુઆરી 2020ના રોજ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. જેમાં આતંકીની મદદ કરનાર 5 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસને મળેલી બાતમીને આધારે બડગામ જિલ્લામાં આતંકવાદ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ પાસેથી હથિયાર, વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.